બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: અંધાધુન રોકાણથી કઇ રીતે ચેતવુ?

ના રોજ પ્રકાશિત Wed, 20, 2019 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું અંધાધુન રોકાણકાર, તેમનાથી થતી ભૂલો, અને તેના કારણો.


2018નું વર્ષમાં જુદા જુદા કોનસેપ્ટની જુદી જુદી મુવીઝ આવી. તેમાથી એક હતી અંધાધુન. ઘણા બધા ટ્વીસ્ટ અને ટર્ન ધરાવતી આ મુવીમાં વાત છે એક બ્લાઇન્ડ હીરોની. જે આપણને થ્રીલ કરવામાં સફળ રહ્યો. હવે તમે વિચારતા હશો કે આજે મની મેનેજરમાં પ્રિતી કેમ મુવીની વાત કરી રહી છે. પણ એનુ કારણ એ છે કે ઘણી વખત અમુક રોકાણકારો અંધાધુન રોકાણકાર જેવુ વર્તન કરતા હોય છે.


ત્યારે કેવા પરિણામ સર્જાય શકે તે અંગેની વાત આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખત કલ્પેશ આશર.


અંધાધુન રોકાણકારની ભુલો-


તે ટ્રેડર માઇન્ડ સેટ સાથે ઇક્વિટી માર્કેટમાં પેની સ્ટોક ખરીદે છે. ઘણીવાર ખોટ કરતા સ્ટોકને લોંગટર્મ પોર્ટફોલિયોમાં રહેવા દેવા પડે છે. તે પોતાને અનુભવી રોકાણકાર સમજે છે, પણ તેનો પોર્ટફોલિયો લોસ મેકિંગ હોય છે. ખોટને ઓછી કરવા તે આકર્ષક લાગતા પણ કોમ્પલેક્સ પ્રોડક્ટ તરફ વળે છે. ડેરિવેટિવ,સ્ટ્રકચર્ડ પ્રોડક્ટ, કોમોડિટીમાં રોકાણ કરવા લાગે છે. જેના વિશે માહિતી ન હોય તેમા રોકાણ કરવાથી ફાઇનાન્શિયલ મેસ વધે છે. ફાઇનાન્શિયલ દુનિયામાં મફત અને ઝડપથી કંઇજ મળતુ નથી.


અંધાધુન રોકાણનાં પરિણામ-


અંધાધુન રોકાણકાર આખરે પોતાને અને પરિવારને મુશ્કેલીમાં મુકી દે છે. તેની ઉધારી વધી જાય છે. તેના ધ્યેય પ્રાપ્ત કરી શકાતા નથી. ફાઇનાન્શિયલ ફ્રીડમ છીનવાય જાય છે.


અંધાધુન રોકાણનાં કારણો-


આવા રોકાણકારનું વર્તન ઇક્વિટી માર્કેટ કરતા વધુ વોલેટાઇલ હોય છે.


અંધાધુન રોકાણથી કઇ રીતે બચશો-


રોકાણ નક્કી કરેલા ધ્યેયને આધારે કરો છો. નાણાંકિય ધ્યેયનો સમયગાળો નક્કી કરો છો. યોગ્ય અને સમજવામાં સરળ પ્રોડક્ટમાં રોકાણ કરો છો. માર્કેટ વોલેટાઇલ હોય ત્યારે નોઇઝથી દુર રહો છો. પુરતી જાણકારી અને વિચારોની સ્પષ્ટતા વગર થતા રોકાણ જોખમી બની શકે છે.


સવાલ-


મારો ટર્મ પ્લાન મેક્સ લાઇફમાં છે, જાણવા મળ્યુ છે કે એચડીએફસી કે મેક્સ બુપા, મેક્સ લાઇફને ટેક ઓવર કરશે. જો આવુ થાય તો ટર્મ પ્લાન પર શું અસર આવી શકે?


જવાબ-


જો મર્જર થાય તો પણ તમારો ટર્મ પ્લાન ચાલુ જ રહેશે.


સવાલ-


તેઓ 27 વર્ષનાં છે અને પગાર 20,000 છે. અને હું રૂપિયા 4000નું રોકાણ કરવા ઇચ્છુ છે. અને મે વધુ જાણકારી વગર બજાજ અલાઇન્સ ફ્યુચર ગેઇન પ્લાનમાં રોકાણ શરૂ કરી દીધુ છે. શુ આ રોકાણ યોગ્ય છે?


જવાબ-


તમે યુએલઆઈપી ઇન્ડોમેન્ટ પોલિસીમાં રોકાણ કર્યું છે, જે યોગ્ય નથી. રોકાણ અને ઇન્શયોરન્સ અલગ રાખવા જોઇએ. 5 વર્ષ સુધી તમારૂ રોકાણ લોક ઇન હશે. આ રોકાણ એમએફની સરખામણીમાં વધુ કોમ્પલેક્ષ છે.