બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: 2016 વર્ષ કેવું રહ્યું આપણા માટે

ના રોજ પ્રકાશિત Tue, 03, 2017 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશરનું કહેવુ છે કે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થયો છે. બૅન્ક એફડી માટે આ વર્ષ સારુ ન રહ્યું હતું. સ્મોલ સેવિંગ સ્કીમમાં પણ ઘટાડો આવ્યો છે. આરબીઆઈ દ્વારા વ્યાજ દર ઘટતા અફડીમાં નુક્શાન છે પણ લોનમાં ફાયદો થયો છએ. ડેટ ફંડમાં ગયા 1 વર્ષ મુજબ અલ્ટ્રા શોર્ટ ટર્મમાં 7-8%, ડાયનેમિક બોન્ડ ફંડમાં 13-14%, ગીલ્ટ ફંડમાં 15-16% રહ્યો છે.


સેન્સેક્સમાં ઉચાર ચઢાવ જોવા મળ્યો છે. ઇક્વિટી માર્કેટ 24700 થી 26600 આસપાસ રહ્યું છે. ઇન્ડેક્સ કરતા આ સારા રહ્યાં છે. લાર્જક્પ ફંડ 10% થી 12% રહ્યાં છે. મિડકેપ ફંડ આ વર્ષમાં 12% આસપાસ રહ્યાં છે. આ વર્ષ આ ઇન્ડસ્ટ્રી 13.50 લાખ કરોડથી 16.80 લાખ કરોડ સુધી રહી છે. આ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં 25%નો વધારો થયો છે. આ વર્ષ 7% થી 10% વધારો થયો છે. ડિમોનેટાઇઝેશન ભારતના અર્થતંત્રને બદલાવનારુ પગલું લીધું છે.


ડિમોનેટાઇઝેશનની અસર દરેક વર્ગના લોકો પર થઇ છે. લોકોને નાણાં વાપરવા પર અસર આવી છે. આ અસર આપણા અર્થતંત્રને છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી વૃત્તીને બદલાવનારી છે. ડિમોનેટાઇઝેશનથી બૅન્કમાં નોટા પ્રમાણમાં નાણાં આવ્યા છે. જે મોટી રકમ બૅન્ક પાસે આવી છે તે સરળતાથી પરત નહિં ખેંચી શકાય છે. ટેક્સ ભારનારા લોકો માટે આ વિજેતા બનવા સમાન છે. સમગ્ર દેશ ડીજીટલાઇઝેશન તરફ દોરાઇ રહ્યો છે.