બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બેન્ક વ્યાજદર કઇ રીતે નક્કી કરશે

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 14:59  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રેટ કટનો લાભ કઇ રીતે પહોચશે તમારા સુધી, વ્યાજદર માટેનો નવો બેન્ચમાર્ક, દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ જ્યારે આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં પા ટકાનો ઘટાડો કરાયો છે. ત્યારે સૌ કોઇ બેન્ક આ લાભ તેમને ક્યારે પાસ ઓન કરશે તેની રાહ જોવા લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે રેટ કટનો લાભ બેન્ક કઇ રીતે પાસ ઓન કરે છે, ક્યા આધારે દરેક બેન્ક પોતાનો વ્યાજદર નકકી કરે છે અને આ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ક્યા પ્રયાસો થઇ રહ્યા છે આ તમામ અંગે જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


રિટેલ લોન માટે નવો રિજાઇમ લાગુ થશે. આરબીઆઈ દ્વારા સેટ કરાયેલા એક્સટર્નલ બેન્ચમાર્ક મુજબ વ્યાજદર નક્કી થશે. પહેલા બેન્ચમાર્ક બેન્ક દ્વારા સેટ કરવામાં આવતા હતા. ત્યાર બાદ એમસીએસઆર સિસ્ટમ આવી છે. પરંતુ આ વ્યવસ્થાથી રિટેલ ઇનવેસ્ટરને ફાયદો થયો નહી. પારદર્શકતા લાવવા માટે એક્સટર્નલ બેન્ચમાર્કની જરૂર પડી છે.


ઉદાહરણ તરીકે રેપો રેટ આવો એક બેન્ચ માર્ક છે. રિટેલ લોન જો રેપોરેટ સાથે કનેક્ટ હોય તો વ્યાજદર તે મુજબ બદલાશે. આનાથી બેન્ક રેટ કટ પાસ ઓન નથી કરતી એ ફરિયાદ બંધ થશે. આ પ્રક્રિયા 1 એપ્રિલથી અમલી થવાની હતી. પરંતુ ફાઇનલ ગાઇડલાઇન આવવાની બાકી છે. એક્સટર્નલ બેન્ચમાર્ક લોન લેનાર માટે ફાયદાકારક રહેશે.


સવાલ-


તેમણે પુછયુ છે કે મારા જેવા લોકોની લોનનાં વ્યાજ દર MCLR રેટથી વધ ઘટ થાય છે કે પછી ક્રેડિટ પોલિસીનાં રેટ પરથી?


જવાબ-


હાલમાં તમારો વ્યાજદર એમસીએલઆર પ્રમાણે બદલાશે.


સવાલ-


તેમની 12 મહિનાની દિકરી માટે માસિક રૂપિયા 1000નું રોકાણ 20 વર્ષ સુધી કરવું છે, તો આ રોકાણ ક્યા પ્લાનમાં કરવું જોઇએ?


જવાબ-


તમે એમએફ દ્વારા રોકાણ કરી શકો છે.