બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યિલ્ડ કર્વ કઇ રીતે બતાવે મંદીનાં સંકેતો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 15:33  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું શું છે યિલ્ડ કર્વ, યિલ્ડ કર્વથી શું સમજી શકાય, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં અમે તમને ઘણીવાર કહેતા હોઇએ છીએ કે તે તમે જે રોકાણ કરો છો તે સમજી વિચારી તેના વિશે રિસર્ચ કરી, તેનુ પરફોર્મન્સ જોઇને કરો. આ જ સંદર્ભે યિલ્ડ કર્વનું પણ મહત્વ રહેલુ છે, તો યિલ્ડ કર્વ શું છે અને તેનાથી તમે શું શું સમજી શકો તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


યિલ્ડ કર્વ સમય પ્રમાણે યિલ્ડ બતાવે છે. ડેટનાં રોકાણકારને મળતુ રિટર્ન એટલે યિલ્ડ છે. યિલ્ડમાં વ્યાજ અને કેપિટલ ગેઇન બન્નેની ગણતરી થાય છે. લાંબા સમયગાળાનાં હોલ્ડિંગમાં યિલ્ડ વધે છે. બધા યિલ્ડને ગ્રાફ પર દર્શાવાય તો તેને યિલ્ડ કર્વ કહેવાય છે. કોઇવાર લોગ ટર્મ રેટ શોર્ટ ટર્મ કરતા ઓછા દેખાય છે.


આ સામાન્ય કરતા થોડુ અલગ ચિત્ર ઉભુ કરે છે. આ સ્થિતી રેસિશેનની ઇન્ડિકેટર છે. આવુ હાલમાં USમાં થયુ છે. જેને કારણે વિશ્ર્વનાં ઇક્વિટી માર્કેટમાં પેનિકની સ્થિતી બની છે. રોકાણકારે આ સ્થિતીની અસર સમજવી જોઇએ.


આ સ્થિતી USની છે, ભારતની નહી ભારતમાં રિસેશન થશે જ એવી કોઇ સ્યુરીટી નથી. વિશ્ર્વભરનાં ઇક્વિટી બજારોને ફટકો પડી શકે છે. રોકાણકારને સોનાથી સારા વળતર મળી શકે છે. રિસેશન વખતે ગોલ્ડ હંમેશા વધે છે. રોકાણકારે આ સ્થિતી માટે તૈયાર રહેવુ જોઇએ.


સવાલ-


મારી પાસે રૂપિયા 40 લાખની બેન્ક એફડી છે, પણ મને તેનાથી સારા રિટર્ન નથી મળતા, મને રોકાણનો એવો કોઇ વિકલ્પ બતાવો જેથી મને માસિક રૂપિયા 30-40 હજારનું રિટર્ન મળી શકે અને મારા પૈસા પર જોખમ પણ ના હોય.


જવાબ-


જો તમે વધુ વળતર ઇચ્છા તો જોખમ વેલુ પડશે. તમે મંથલી ઇનકમ પ્લાનમાં રોકાણ કરી શકો છો.


સવાલ-


મારે મહિને રૂપિયા 5000ની એસઆઈપી કરવી છે, મારા બાળક માટે તેમજ મારી નિવૃત્તી માટે આ માટે મને એમએફનાં નામ સુચવશો અને સાથે જ એ પણ સમજાવશો કે MFમાં ઓનલાઇન રોકાણ કઇ રીતે કરી શકાય અને તેનો કેટલો ચાર્જ લાગે છે.


જવાબ-


તમે ઓનલાઇન ટ્રેડિંગ અકાઉન્ટથી એમએફમાં રોકાણ કરી શકો છો. તમે એમએફની વેબસાઇટ પરથી સીધા એમએફ ખરીદી શકો છો.