બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણનાં નિર્ણયો પર પુર્વગ્રહની અસર

ના રોજ પ્રકાશિત Tue, 27, 2018 પર 16:04  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં રોકાણ પર અસર કરતા આપણા પુર્વગ્રહ, કઇ રીતે ટાળી શકાય પુર્વગ્રહથી થતી રોકાણની ભૂલો, અને સાથે લઇશું દર્શકોનાં સવાલ


સફળ નાણાંકિય આયોજનમાં ઘણો મોટો ફાળો હોય છે રોકાણનાં યોગ્ય નિર્ણયોનો. રોકાણના નિર્ણયો લેતા પહેલા આપણે ઘણી બાબતો પર વિચાર કરતા હોઇએ છીએ, આમ છતા આપણા રોકાણનાં નિર્ણયો ઉપર આપણા પુર્વગ્રહોની અસર પણ થતી હોય છે.


આપણી માન્યતા આપણા મનમાં એવી રીતે ઉતરી હોય છે કે ઘમી વખત આપણે રોકાણનાં નિર્ણયો પર તેના આધારે લઇ લેતા હોય છે. તો આવા સામાન્ય પુર્વગ્રહો ક્યા છે તે અંગની વાત આજે આપણે કરવાનાં છીએ અને તમને ખાસ જણાવીએ કે હ્યુમન સાયકોલોજીને ફાયાન્નસ સાથે સાંકળનારા આ રિસર્ચ માટે Daniel Kahnemanને નોબલ પુસ્કાર પણ મળ્યો હતો.


તો આવા આપમા રોકાણ પર અસકકર્તા પુર્વગ્રહો ક્યાં છે એ અંગે આજે આપણે વાત કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


એન્કરીંગ કે કન્ફરમેશન બાયસ-માન્યતા કે વિચારસરણીને આધારે બનતા પુર્વગ્રહ છે. આપણા દરેક નિર્ણયની પાછળ પુર્વગ્રહ અસરકર્તા હોય છે. રિગ્રેટ એવરઝન કોઇ વસવસાને કારણે બંધાતા પુર્વગ્રહ છે. ડિસપોઝિશન ઇફેક્ટ-રોકાણને હાર જીતથી મુલવતા પુર્વગ્રહ છે. આપણા પુર્વગ્રહને કારણે થયેલી ભુલોને આપણી સ્વીકારી લેવી જોઇએ. આપણે આપણા નિર્ણયને અનુરૂપ માહિતી શોધ છે.


આ પુર્વગ્રહની અસર આપણા રોકાણ પર થતી હોય છે. રિગ્રેટ એવરઝન બાયસ- કોઇ વસવસાને કારણે બંધાતા પુર્વગ્રહ છે. ઘણી વખત આપણે આપણા રોકાણનાં ખોટા નિર્ણયને સ્વીકારતા નથી. ડિસપોઝિશન ઇફેક્ટ-રોકાણને હાર જીતથી મુલવાતા પુર્વગ્રહ છે. આપણે અમુક રોકાણને વિનર કે લુઝર તરીકે માની લેતા હોય છે. હાઇન્ડસાઇટ બાયસ પણ કરે છે. કોઇ ઘટના બની ગયા પછી પાછળથી લાગે કે હવે પછી આવી ઘટનાને સમજી શકાશે. અમુક ઘટનાને પહેલેથી સમજવી અશક્ય જ હોય છે.


ફેમિલારિટી બાયસ એટલે કે જાણીતા રોકાણનાં વિકલ્પો માટેનો પુર્વગ્રહ છે. જાણીતા રોકાણ કે જાણીતા રોકાણનાં વિકલ્પોમાં રોકાણ કરવુ પસંદ હોય છે. એનઆરઆઈ આ પુર્વગ્રહને કારણે ભારતમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. એમુક વખત લોકો પોતે જે કંપનીમાં જોબ કરે છે એમાં જ રોકાણ પણ કરે છે. સેલ્ફ એટ્રિબ્યુશન બાયલ-પોતાનાં નિર્ણયોથી સફળતા મળવાનો પુર્વગ્રહ છે.


ટ્રેન્ડ ચેસિંગ બાયસ છે. માત્ર ભુતકાળનાં પરફોર્મન્સને આધારે રોકાણનાં નિર્ણયો લેવાય છે. રોકાણ પર અસર કરતો એક પુર્વગ્રહ ચિંતા પણ છે. સજાગ રોકાણકારે ચિંતાથી બચવુ જોઇએ. માર્કેટ સુધરતુ હોય ત્યારે પમ માર્કેટ પડશે તો એવી ચિંતા રહેતી હોય છે. આપણા દરેક નિર્ણયની પાછળ પુર્વગ્રહ અસરકર્તા હોય છે. રોકાણ નાણાંકિય ધ્યેય નક્કી કરી તેના આધારે જ રોકાણ કરવું જોઇએ.


સવાલ-
મારી ઉંમર 30 વર્ષ છે, મારે 10 થી 20 વર્ષમાં રૂપિયા 1 કરોડ ભેગા કરવા છે, તો આ માટે હાલમાં મારે કેટલી રકમનું રોકાણ કરવું પડે? આ ઉપરાંત મારે 9 મહિનાનો દિકરો છે તેના ભણતર માટે પણ એક રકમ ભેગી કરવી છે. મને 10 વર્ષમાં જો 1 કરોડનુ ધ્યેય કરવુ હોય તો કેવી સ્ટેરજી લેવી અને 15-20 વર્ષનો સમય લેવો હોયતો કેવી સ્ટેરજી લેવી એ સમજાવશો.


જવાબ-
બાળક માટેનું રોકાણ નાની ઉમરમાં શરૂ કરવુ સારી બાબત છે. તમે ઇક્વિટી ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. દર વર્ષ 10 ટકા રોકાણ વધારતા રહેવું. રોકાણ સતત કરતા રહો.


સવાલ-
મારી વાર્ષિક આવક રૂપિયા 3,25,000 છે. મારી ઉંમર 54 વર્ષ છે. મારબ LIC પ્રિમિયમ વાર્ષિક રૂપિયા 62,000 આવે છે.


જવાબ-
મેડિકલ ઇન્શ્યોરન્સ વધારી લેવુ જોઇએ. ટ્રેડિશનલ પોલિસીમાં રોકાણ અટકાવી શકાય છે.