બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ ફંડ પર કંપનીનાં ડાઉનગ્રેડિંગની અસર

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું ડેટ માર્કેટની હાલની સ્થિતી અંગે ચર્ચા, ડેટ પોર્ટફોલિયો નું હવે શુ કરવું?, દર્શકોનાં સવાલ.


હાલમાં થતા મોટી કંપનીનાં ડાઉનગ્રેડિંગ અને ડિફોલ્ટની અસર ડેટ ફંડ પર પડતા માર્કેટની ઘણી મોટી અસર પડી રહી છે, ફિક્સ ઇનકમ માટેનાં રોકાણ પર હવે કેવી અસર થશે. રિટેલ ઇન્વેસ્ટરે પોતાના ડેટ પોર્ટફોલિયોનું હવે શુ કરવુ એ અંગે આજે આપણે ચર્ચા કરીશુ અને આજે આપણી સાથે જોડાયા છે ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શયલિ બુકનાં લેખક કલ્પેશ આશર.


અમુક મોટી કંપનીઓના પ્રભાવ ડેટ અને ઇક્વિટી માર્કેટ પર પડતો હોય છે. કમર્શિયલ પેપર, ક્રેડિટ રેટિંગ વગેરે જોઇ ડેટ ફંડ કંપની પસંદ કરતા હોય છે. પાછલા થોડા સમયમાં ડિફોલ્ટસનાં કિસ્સા વધ્યા છે. જેની અસર માર્કેટ પર આવી રહી છે. રિટેલ રોકાણકાર પર પણ હવે આ ડિફોલ્ટની અસર આવી રહી છે. કંપનીમાં ડિફોલ્ટ થાય કે ક્રેડિટ રેટિંગ ઘટે તો તેની મોટી આસર થાય છે. ક્રેડિટ રેટિંગ એકદમથી ડાઉનગ્રેટ થાય તો એમએફએ કરેક્ટિવ એક્શન લેવા પડે છે. ક્રેડિટ રેટિંગ ઘટતા પેપરની કિંમત ઘટે છે અને એ અસર એનએલી પર થાય છે. કંપનીમાં કોઇ તકલીફની જાણ થતા જ તેના શેર વેચી દેવાય છે.