બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ક્રુડઓઇલની કિંમતની રોકાણ પર અસર

ના રોજ પ્રકાશિત Fri, 29, 2018 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આજના મની મેનેજર જાણીશું ક્રુડઓઇલની કિંમતની રોકાણ પર અસર, ક્રુડઓઇલને કારણે વધતી મોંઘવારીમાં કઇ કરશો નાણાંકિય આયોજન, દર્શકોનાં સવાલ.


છેલ્લા થોડા સમયથી આપણે જોઇ રહ્યાં છીએ કે ક્રુડઓઇલની કિંમત વધતી જઇ રહી છે. અને જેને કારણે મોંઘવારી પણ વધતી હોય છે. તો આ ક્રુડઓઇલની કિંમતોની અનિષ્ચતાને ધ્યાને રાખી તેની કઇ અસર આપણા રોકાણ પર થઇ શકે અને કઇ રીતે આપણે આપણુ નાણાંકિય આયોજન કરી શકીએ આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને એના પર વધું જાણકારી લઇ શું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


ભારત પોતાની ઓઇલની જરૂરિયાતનાં 82 ટકા આયાત કરે છે. એક સર્વે મુજબ ઓઇલની કિમતમાં પ્રતિ બેરલ 10 ડૉલરની કિમત વધી છે. ડબલ્યુપીઆઈ ઇન્ફલેશન 1.7 ટકા વધ્યુ છે. ગ્રોથ 0.2-0.3 ટકા ઘટ્યો છે. સીએડી $9-10 બિલિયન ડોલર થયુ છે. ક્રુડની કિમત વધતા સરકારનાં ખર્ચ વધે છે. નફો અને સરપ્લસમાં ઘટાડો થતા ગ્રોથ પર માઠી અસર થાય છે. લોકો ઉચા ભાવ આપવા તૈયાર ન હોવાથી નિર્ણયો મોટા લેવાય છે. ગુડ્સ અને સર્વિસ સકર્યુલેટ ન થતા સ્ટોક માર્કેટ ફ્લેટ બને છે.


ફુગાવો વધતા ડી-ગ્રોથ કે રિસેશનનો ફેઝ આવી જાય છે. ટાયર, લ્યુબ્રિકન્ટ, રિફાઇનિંગ વગેરે કંપની પર ક્રુડનાં ભાવની સીધી અસર જોવા મળી રહી છે. નેગેટીવ ઇમ્પેક્ટની સીધી અસરથી આ કંપનીના સ્ટોકની કિંમત ઘટે છે. ઓઇલ પ્રાઇઝ નધતા ઓઇલ એક્સપ્લોરેશન કંપનીને લાભ થાય છે. જો ક્રુડની કિંમત ઘટે તો માર્કેટ માટે તે સાસા સમાચાર છે. ઘરેલું જરૂરિયાતો પુરી કરવા ઓઇલ મહત્વની કોમોડિટી છે.


વિવિધ ઇન્ડસ્ટ્રી માટે ઓઇલ ખૂબ જ જરૂરી છે. ઓઇલની કિંમત વધતા ઉત્પાદન ખર્ચ વધે જે આખરે ગ્રાહકને ભરવો પડે છે. ઓઇલની કિંમતમાં of $ 10 પ્રતિ બેરલનો વધારો 0.1 ટકા મોંધવારી વધારી શકે છે. રૂપિયા 1 ની કિંમતનો વધારાથી ઇમ્પોર્ટ બીલમાં 900 કરોડનો વધારો થઇ શકે છે. નિકાસની સામે આયાતનો રેશિયો સીએડીથી સમજી શકાય છે. સીએડીથી ભારત પાસે કેટલુ વિદેશી કરન્સી છે તે જાણી શકાય છે.


રૂપિયા 700નાં વધારોનો અર્થ લગભગ રૂપિયા 70000 કરોડનું ભારણ થઇ શકે છે. આપણે ફ્રી માર્કેટ સિનિરિયોમાં છે જ્યાં સબસિડી નથી મળતી. એક સાથે વધું રોકાણ સ્ટૉક મારેકેટમાં ન કરવું જોઇએ. ક્રુડઓઇલની કિંમતો અને આપણું રોકાણ છે. આપણે ફ્રી માર્કેટ સિનિરિયોમાં છે જ્યાં સબસિડી નથી મળતી છે.