બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટની નાણકિય આયોજન પર અસર

લાભની જરૂર ક્યા વર્ગને વધુ છે, અને એ પુરા પાડવાની વાયાબિલિટી કેટલી છે એ મહત્વની બાબત છે.
ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 18:03  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. એક નવા ટોપિક સાથે. આજના મની મેનેજરમાં વાત કરીશું બજેટની મધ્યમ વર્ગ પર અસર, ઇક્વિટીનાં લોગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અંગે સમજ, કરીશું બજેટની અન્ય સમજવા જેવી બાબતો પર અસર.


મની મેનેજરમાં હાલમાં આપણે કરી રહ્યાં છે બજેટ સમીક્ષા અને આ વિશ્લેષણને આપણે આજે પણ આગળ વધારીશું અને આજે આપણે એ સમજવાની કોશિષ કરીશું કે મધ્યમ વર્ગ પર આ બજેટની કેવી અસર પડશે અને સાથે જ બજેટનાં એવા મુદ્દાઓ ઉપર વાત કરીશું કે જે અંગે તમારે જાણવું અને સમજવુ ખૂબ જરૂરી છે તો આ બધી ઉપયોગી માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર, કાર્તિક ઝવેરીનું કહેવું છે કે લાભની જરૂર ક્યા વર્ગને વધુ છે, અને એ પુરા પાડવાની વાયાબિલિટી કેટલી છે એ મહત્વની બાબત છે. ગરીબીની રેખાથી નીચે જીવી રહેલા લોકો માટે ધ્યાન આપવું વધુ જરૂરી છે. મધ્યમ વર્ગને ટેક્સનો નાનો ભાગ ભરવો પડે છે. ઉંચી આવક ધરાવતા લોકોને મોટો ટેક્સ ભરવાનો થાય છે. રૂપિયા 6 થી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો મધ્યમવર્ગમાં આવે છે. રૂપિયા 18 લાખથી વધુ આવક વાળા લોકોનો સમાવેશ અફ્લુઅન્ટ ક્લાસમાં થાય છે.


કાર્તિક ઝવેરીનું કહેવું છે કે રૂપિયા 6 લાખની આવકવાળા લોકોને ઘણો જ ઓછો ટેક્સ ભરવાનો થાય છે. બેઝિક લિમિટ,80 C, 80D, 80TTA, સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ કર રાહત મળે છે. આ તમામ કર રાહત પછી રૂપિયા 4.75 સુધીની આવક ટેક્સ ફ્રી બને છે. રૂપિયા 6 લાખની આવક ધરાવતા વ્યક્તિનો ટેક્સ રૂપિયા 21000 આવશે. એટલેકે આવકનાં માત્ર 4%નો ટેક્સ ભરવો પડશે. સેક્શન 24નાં 2 લાખની રાહત સાથે રૂપિયા 6.75 લાખની આવક સુધી ટેક્સ ભરવાનો થતો નથી.


કાર્તિક ઝવેરીનું કહેવું છે કે HRA, LTA,કારલિઝ વગેરે રિએબર્ઝમેન્ટ સાથે રૂપિયા 10 લાખની આવક માટે ટેક્સ નહિવતથી 6% થાય છે. જ્યારે રૂપિયા 10 થી 18લાખની આવક માટે 10થી 16%નો ટેક્સ આવી શકે છે. એનપીએસનાં રોકાણ પર રૂપિયા 50,000 સુધીની રકમ કરમુક્ત બને છે. 80DD અને 80DDB હેઠળ પણ અમૂક રકમ પર કર રાહત મળે છે. લોનનાં વ્યાજની ચૂકવણી કોઇ પણ મર્યાદા વગર કરમુક્ત છે. ડિવિડન્ડ,પીપીએફ, સુકન્યા સમૃદ્ધી વગેરે પણ કરમુક્ત રોકાણ છે.


કાર્તિક ઝવેરીનું કહેવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી વધારાઇ છે, જેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોતસાહન મળશે. મોબાઇલ, ટીવી, એલસીડી સ્ક્રીન, ઘડિયાળ, ઓટોમોબાઇલ પાર્ટ્સ, હિરા અને ઘરેણા છે. મનોરંજનનાં સાધનો, રમકડા, જુતા, ફર્નિચર, ફ્રુટ જ્યુસ, પરફ્યુમ, ટોઇલેટરી આઇટમ્સ છે. લાબાં ગાળાનાં ધ્યેય માટે ઇક્વિટીનાં રોકાણ એક માત્ર વિકલ્પ છે.


કાર્તિક ઝવેરીનું કહેવું છે કે સરકારનાં મતે કેપિટલ માથી નવુ કેપિટલ બની રહ્યું છે તેના પર કર લગાડ્યો છે. વર્ષો પહેલા કેપિટલ ગેઇન ટેક્સ રદ્દ કરી એસટીટી લવાયો હતો. હવે માર્કેટ સુધર્યાં છે તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ લગાડાયો છે. સમયસર ઇનકમ ટેક્સ રિટ્રન ભરવું ફરજિયાત છે. સમયસર રિટર્ન ફાઇલ ન થતા ચેપ્ટર VI મુજબ કોઇ કર રાહત મળશે નહી. આ વર્ષનાં આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરો છો.