બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મહિલા માટે નાણાંકિય આયોજનનું મહત્વ

ના રોજ પ્રકાશિત Mon, 18, 2018 પર 11:35  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા પર્સનલ ફાયનાન્સને અસર કરતી તમામ બાબતોની જાણકારી આપ સુધી પહોચાડતો શો આજના મની મેનેજરમાં જાણીશું મહિલાઓ માટે ફાયનાન્શિયલ પ્લાનિંગ, કઇ રીતે મહિલાઓ કરી શકે રોકાણ, દર્શકોનાં સવાલ


આજનાં સમયમાં આપણે મહિલા સશસ્ત્રીકરણની વાતો કરીએ છીએ, મહિલાઓ આમતો વર્ષોથી બચત કરતી આવી છે પરંતુ રોકાણ કે નાણાંકિય આયોજનની બાબાતમાં ઘણીવાર તેઓ ઓછી સક્રિય હોય છે માટે જ મહિલાઓમાં નાણાંકિય આયોજનની જાગૃતતા લાવવા અને તેઓ કઇ રીતે નાણાંકિય આયોજન કરી શકે એ અંગેની વાત આજે આપણે કરવાના છીએ અને આ જાણકારી આપવા જોડાયા છે પ્લાન ઇનવેસ્ટ ઇન્ડિયાનાં સર્ટિફાઇડ ફાયાનાન્શિયલ પ્લાનર અને સીઈઓ, પિયુષ શેઠ.


મહિલાઓએ પરિવાનાં નાણાંકિય આયોજનમાં સક્રિય ભાગ લેવો ખૂબ જરૂરી છે. મહિલાઓ કમાતી થઇ છે, હવે નાણાંકિય આયોજનમાં સક્રિય બનવું જરૂરી છે. ભારતની 77 ટકા કમાનાક મહિલાઓનાં રોકાણનાં નિર્ણય પિતા કે પતિ લે છે. મહિલાઓ હજી સુધી નાણાંકિય બાબતનાં નિર્ણયો લેતા ડરે છે. અમુક મહિલાઓ ફાચનાન્શિયલ ટર્મથી અજાણ હોય છે.


મહિલાઓ ખર્ચનું આયોજન કરતી હોય છે, રોકાણનું આયોજન કરવાની પણ જરૂરી છે. ભારતમાં મહિલાઓ માત્ર ઘર ખર્ચનાં આયોજન પુરતા જ નાણાંકિય નિર્ણયો લે છે. મહિલાઓએ તેમના ધ્યેયને નાણાંકિય ધ્યેયમાં ફેરવતા શીખવુ જોઇએ. જીવનનાં પાછલા વર્ષો એકલા વ્યતિત કરવાનાં આવે તો નાણાંકિય આયોજનની માહિતી મળી શકે છે.


ડિવોર્સ જેવા સંદોગોમા પોતે પગભર બની પોતાનુ નાણાંકિય આયોજન કરે તે જરૂરી છે. મહિલાઓને હવે વારસામાં પણ અધિકાર મળ્યા છે. સંપત્તીની જાળવણી માટે પમ નાણાંકિય સાક્ષરતા હોવી ખૂબ જરૂરી છે. મહિલા કે પુરૂષ માટેનાં નાણાંકિય આયોજનમાં મોટો ફરક નથી. પુરૂષો માર્કેટ પર વદુ ધ્યાન આપે છે, મહિલાઓ ધ્યેય પર વધુ ધ્યાન આપે છે. મહિલાનાં નાણાંકિય આયોજન વખતે હેલ્થની જરૂરિયાતો ધ્યાનમાં લેવી જરૂરી છે.


મેટરનિટી લીવ, રિસ્ક ટોલરન્સ વગેરે બાબતોનું ધ્યાન રાખી આયોજન થવું જરૂરી છે. મહિલાઓ કંઝરવેટિવ હોય છે તેથી અસેટ અલોકેશન એ મુજબ કરાતુ હોય છે. મહિલાઓની લાઇફ એક્સપેન્ટન્સી વધુ હોવાથી એ મુજબનું પ્લાનિંગ જરૂરી છે. અમૂક કંપનીઓએ મહિલા માટે અલગ પ્લાન ઓફર કર્યાં છે. મહિલાઓ ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહથી રોકાણ કરી શકે છે. પતિ-પત્નીએ નાણાંકિય આયોજનમાં પણ ભાગીદાર બનવું જોઇએ.


સવાલ-


હુ માસિક રૂપિયા 40,000 રોકી શકુ છુ તે મારે ક્યા રોકવા જોઇએ?, અને સાથે જ 10 લાખનું વન ટાઇમ રોકાણ ક્યા કરી શકું. આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે 2026 જાન્યુઆરીથી તેમને દર મહિને રૂપિયા 10,000ની જરૂર પડશે. તો તે માટે તેમણે આપણુ માર્ગદર્શન માંગ્યુ છે.


જવાબ-


રૂપિયા 10 લાખનું રોકાણ 2026માં રૂપિયા 18 લાખ બની શખે છે. ડાયનામિક બોન્ડ ફંડ કે ક્રેડિટ અપોર્ટયુનિટી ફંડમાં રોકાણ કરી શકે છે. રૂપિયા 40000ની આશઆઈપીથી 2016માં રૂપિયા 53 લાખનું ભંડોળ ભેગુ થઇ શકે છે.