બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજદરમાં વધારો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2018 પર 10:28  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું સ્મોલ સેવિંગ સ્કીમમાં ફેરફાર, સેબીનાં એણએફને લગતા નવા રેગ્યુલેશન, હાલમાં કઇ રીતે એમએફમાં કરવું રોકાણ.


આપણા નાણાંકિય આયોજનને લગતી ઘણી બાબતોમાં હાલ ફેરફાર થઇ રહ્યાં છે જેમકે સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજદરમાં થોડો વધારો થયો છે, એમએફમાં રોકાણ માટે સેબીએ નવા રેગ્યુલેશન બહાર પાડયાં છે ત્યારે આપણે રોકાણ ક્યા કરવું જોઇએ આ બાબતે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શ્યલિ બુકનાં લેખક કલ્પેશ આશર.


નાની બચત યોજનાનાં વ્યાજદર લગભગ 0.4 ટકા વધાર્યો છે. હલમાં લાગુ થયેલા વ્યાજ દર આવનારા 3 મહિના માટે રહેશે. સિનિયર સિટિઝનમાં રોકાણની સારી તક મળી રહી છે. પાછલા સપ્તાહમાં માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. લિક્વિડ ફંડની એનએવીમાં ઘટાડો નોંધાયો હતો. રોકામ જોખમને સમજી કરવું ખૂબ જ જરૂરી છે. નાણાંકિય આયોજન યોગ્ય થયુ હોય તો માર્કેટનાં ઉતાર-ચઢાવની મોટી અસક નહીનત રહે છે. શોર્ટ, મિડિયમનાં ડેટ ફંડનાં રિટર્ન નેગેટિવ જઇ શકે છે.


હાલમાં તમારે સિક્વિડ ફંડમાં રોકાણ રાખવું હિતાવહ છે. લાર્જ કેપ કે મલ્ટી કેપમાં રોકાણ કરી શકાય છે. ઇન્ટરનેશનલ ફંડ કરન્સી કનવર્ટ કર્યા વગર ગ્લોબલી રોકાણની તક આપે છે. ઇન્ટરનેશનલ ફંડમાં રૂપિયાથી જ રોકાણ કરી શકાય છે. તમે કંટ્રી સ્પેસીપીક ફંડમાં રોકાણ કરી શકો છો. ઇન્ટરનેશનલ ફંડ માટે ડેટ ફંડ મુજબ જ ટેક્સેશન લાગુ થશે. ડોલર મજબૂત કરન્સી હોવાથી નિષ્ણાંતો us ફંડમાં રોકાણની સલાહ આપે છે.


આ ફંડમાં અનુભવી રોકાણકારો રોકાણ કરી શકે છે. નાના અને નવા રોકાણકાર માટે ઇન્ટરનેશનલ ફંડ યોગ્ય નથી. ઇન્ટરનેશલ ફંડમાં પોર્ટફોલિયોનો 10%થી વધુ ભાગ ન રોકવો. તમારા પોર્ટફોલિયોનાં 5 થી 10% રોકાણ ગોલ્ડ ઈટીએફમાં કરી શકો છો. 5 વર્ષની ડિપોઝીટ 7.4 - 7.8 છે. 5 વર્ષની આરડી 6.9 - 7.3 છે. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ 8.3 - 8.7 છે.


નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 7.3 - 7.7 છે. પીપીએફ 7.6 - 8.0 છે. કિસાન વિકાસ પત્ર 7.3 - 7.7 છે. સુકન્યા સમૃદ્ધી 8.1 - 8.5 છે. એમએફનાં રોકાણકારને રાહત છે. સેબી દ્વારા ટોટલ એક્સપેન્સ રેશિયો પર 2%ની કેપ છે. સેબી દ્વારા રોકાણકારને અપાયો લાભ છે.