બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વય વંદના યોજના અંગે માહિતી

ના રોજ પ્રકાશિત Wed, 06, 2018 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપીએ છે. આજના મની મેનેજરમાં જાણીશું વય વંદના યોજનાની સંપુર્ણ માહિતી, આ યોજનાની વિશેષતાઓ, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં અમે તમને કહેતા હોઇએ છીએ કે રોકાણ તમારા નાણાંકિય ધ્યેયને આધારે કરવું જોઇએ અને નિવૃત્તીનાં ભંડોળ માટેનું આયોજન ખૂબ જ જરૂરી છે તો નિવૃત્તીનાં આયોજનમાં ઉપયોગી એવો એક ઉત્તમ વિકલ્પ એટલે પેન્શન યોજના.


તો આવી એક પેન્શન યોજના LIC દ્વારા પણ ઓફર કરવામાં આવે છે જેનુ નામ છે વય વંદના યોજના. તો આ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાયનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


નિવૃત્તિ બાદ ખર્ચને પહોંચી વળવા માટે નિવૃત્તિનું આયોજન ખૂબ જરૂરી છે. નિયમિત આવકની જરૂર હોય ત્યારે જોખમી રોકાણ કરી શકાય નહી. નિવૃત્તિ માટેના રોકાણ ડેટમાં થતા હોય છે. આ સ્કીમમાં 60 વર્ષથી વધુ વયનાં વરિષ્ઠ નાગરિકો રોકાણ કરી શકે છે. 60થી વધુ ઉમરનાં કોઇ પણ વ્યક્તિ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમ માત્ર LIC દ્વારા ઓફર થાય છે.


ઓછામાં ઓછું રૂપિયા 1000 માસિક અને રૂપિયા 12000 વાર્ષિક પેન્સન મળે છે. વધુમાં વધુ રૂપિયા 5000 માસિક અને રૂપિયા 60,000 વાર્ષિક પેન્શન મળી શકે છે. તમે માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક ધોરણે પેન્શન લઇ શકો છો. પેન્શનની ટર્મ 10 વર્ષની હોય છે. આ યોજના હેઠળ 8% રિટર્ન મળે છે જે વાર્ષિક રિટર્નનાં વિકલ્પમાં 8.3% થઇ શકે છે. વ્યક્તિ પોતે, પતિ કે પત્ની અને ડિપેન્ડન્ટનો સમાવેશ અહી પરિવારમાં થાય છે.


ઓછામાં ઓછુ રૂપિયા 1.5 લાખનું રોકાણ અને વધુમાં વધુ રૂપિયા 7.5 લાખનું રોકાણ કરી શકાય છે. ક્રિટિકલ ઇલનેસનાં સંજોગોમાં 98% રકમનો ઉપાડ થઇ શકશે. 3 વર્ષ બાદ પેન્શન પોલિસી પર લોન પણ શકાય છે. લોન તમારા રોકાણની 75% રકમ જેટલી લઇ શકાય છે. મૃત્યુનાં સંજોગોમાં તમારી રકમ પુરેપુરી તમને પાછી મળે છે.


વાર્ષિક પે આઉટ લેવાથી વધુ વળતર મળી શકે છે. આ યોજના સરકારે જાહેર કરેલી યોજના છે, માત્ર એસઆઈસી દ્વારા જ ઓફર થાય છે. આ યોજનામાં 10 વર્ષ સુધી ફક્સ રિટર્ન મળે છે. આ યોજનામાં રોકાણની લિમિટ પ્રતિ પરિવાર ગણશે. આ યોજનમાં લિમિટ રૂપિયા 7.5 થી વધારી 15 લાખ કરાઇ છે.


સવાલ-


તેમણે 1 વર્ષથી રૂપિયા 50 લાખનું રોકાણ Hdfc prudence div option સ્કીમમાં કરેલું છે. પણ આ ફંડનો દેખાવ સારો નથી તો મારે શું કરવું જોઇએ?


જવાબ-


તમે પસંદ કરેલા ફંડ બેલેન્સ ફંડ છે. તમારે વળતરની ગણતરી કરવી હોય ત્યારે ડિવિડન્ડની ગણતરી પણ કરવી જોઇએ. તમારા રોકાણને લાંગા સમય આપવો જરૂરી છે.


સવાલ-


તેઓ રૂપિયા 4000ની SIP SBI મેગ્નમ મલ્ટીકેપ ફંડમાં કરી રહ્યાં છે અને એક 1000ની SIP, SBI ઈક્વિટી હાઇબ્રિડ ફંડમાં કરી રહ્યાં છે. તો મારે લોગ ટર્મ માટે આ ફંડમાં sip શરૂ રાખવી જોઇએ કે બંધ કરી બીજી લેવી જોઇએ. આ સિવાય મારે 2000 ની લોગ ટર્મ માટે એક sip શરુ કરવી છે તો કયા ફંડમાં શરૂ કરવી જોઇએ.


જવાબ-


તમે આવકનો 25 ટકા ભાગને બચાવી રોકાણ કરો છો તે સારી બાબત છે. બીજુ રોકા ફમ તમારે કરવુ હોય તો કરી શકો છો. હાલમાં જો પણ ફંડ છે એને ચાલુ રાખજો, પણ બીજુ લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો લાર્જકેપ ફંડ લઇ શકો છો.