બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તિનાં આયોજન અંગે માહિતી

ના રોજ પ્રકાશિત Fri, 28, 2017 પર 12:31  |  સ્ત્રોત : CNBC-Bajar

નમસ્કાર મની મેનેજરમાં આપનું સ્વાગત છે. શોનું નામ જ તેનો અર્થ સમજાવે છે. દરેક કંપનીને મેનેજ કરવા તેના મેનેજર હોય છે અને તેવી જ રીતે તમારા નાણાંને મેનેજ કરવા મની મેનેજર છે. તો શરૂ કરીએ ફરી એક નવો ટોપિક, નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે નિવૃત્તિનાં આયોજન અંગે માહિતી, કઇ રીતે કરી શકાય શ્રેષ્ઠ આયોજન અને કઇ વાતોનું ધ્યાન રાખવું?

વ્યક્તિની જીવન ભરની મહેનત, જીવનભરનું નાણાંકિય આયોજન કેટલુ સારુ રહ્યુ તે તેમનું નિવૃત્તિનું આયોજન કેટલું સારૂ રહ્યું, તેના પર આધાર રાખે છે, આ આયોજન સારૂ રહે તો તમે સુખ, શાંતિ અને સ્વમાનભેર તમારા નિવૃત્ત જીવનનો આનંદ લઇ શકો છો, તો કેવી રીતે કરાય પરફેક્ટ રિટાયરમેન્ટ પ્લાનિંગ જાણીશુ આજના શો માં અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

દરેક આયોજનના અંતે નિવૃત્તી માટેનું આયોજન ખુબ જરૂરી હોય છે. આ આયોજનમાં 2 થી 3 દાયકા લાગી જતા હોય છે. નાણાંકિય કારણો ઉપરાંત માનસિક શાંતિ માટે નિવૃત્તીનું આયોજન જરૂરી છે. નાણાંકિય આયોજનમાં મોંઘવારી દરને ગણવો ખુબ જરૂરી છે. ફિક્સ્ડ ઈનકમના ઓપ્શનમાં રિટર્ન પર ટેક્સ લાગતું હોય છે. રિયલ એસ્ટેટના રોકાણમાં યિલ્ડ 2 થી 3% જેટલું લાગતું હોય છે. તમારા રોકાણને લાંબો સમય આપવો અનિવાર્ય છે.


75-80% રોકાણ ફિક્સમાં કરો અને બાકીનું ઈક્વિટીમાં કરો તો પણ ફાયદો થાય. તમારા રોકાણને લાંબો સમય આપવો અનિવાર્ય છે. 75-80% રોકાણ ફિક્સમાં કરો અને બાકીનું ઈક્વિટીમાં કરો તો પણ ફાયદો થાય. બન્નેમાં પોર્ટફોલિયો ડિવાઈડ કરતા વળતર સારુ મળે. ઈક્વિટીમાં બેલેન્સ અને લાર્જકેપ ફંડમાં રોકાણ કરી શકાય. ફિક્સ્ડ ઈનકમના રોકાણમાં ઈન્ટરેસ્ટ પેઆઉટ મોડ રાખવો જોઈએ.


સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાનમાં વળતર ટેક્સ ફ્રિ છે. નિવૃત્તી આયોજન માટે રોકાણ જેટલું વહેલું બને તેટલું વહેલું શરૂ કરવું. તમારા ધ્યેય સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ. એક નિશ્ચિત ધ્યેય સાથેનું રોકાણ સારુ વળતર આપી શકે.