બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાની બચત યોજના અંગે જાણકારી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 15:54  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને આ વાતને જો મની મેનેજરની ભાષામાં કહીએ તો નાની નાની બચતથી મોટુ ભંડોળ બનાવી શકાય. તો તમારા નાણાંને વૃધ્ધિને લગતા આવા જે એક નવા ટોપિક પર ચર્ચા કરીશું. આજના મની મેનેજરમાં સ્મોલ સેવિંગ સ્કીમ અંગે જાણકારી, જાણીશુ સ્કીમના વિવિધ પાસાઓ, દર્શકોનાં સવાલ


નાની નાની બચતનું આપણા સૌના નાણાંકિય જીવનમાં ઘણુ મહત્વ રહેલુ છે પરંતુ અત્યાર સુધી મોટે ભાગે બજેટ દરમિયાન સ્મોલ સેવિંગ સ્કીમની અવગણના થતી આવી છે પરંતુ આ વખતે બજેટ 2018માં સ્મોલ સેવિંગ સ્કીમ પર જરૂરી ધ્યાન આપી એમા થોડા ફેરફાર પણ કરાયા છે, તો કઇ છે આવી સ્મોલ સેવિંગ સ્કીમ અને કઇ રીતે થશે આપને માટે ઉપયોગી એ તમામ જાણકારી આજના એપિસોડમાં મેળવીશુ અને આ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


પ્રધાનમંત્રી વયવદંના યોજનાની રોકાણની સીમા બજેટમાં વધારાઇ છે. બજેટ 2018 દરમિયાન સિનિયર સિટિઝનને લાભ આપયો છે. આ યોજના એલઆઈસી દ્વારા સંચાલન ઓફલાઇન અને ઓનલાઇન બંન્ને રીતે કરવામાં આવે છે. 60 વર્ષથી ઉપરનાં વયોવૃદ્ઘ આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં 10 વર્ષ માટે રોકાણ થઇ શકે છે. માસિક, ત્રિ-માસિક, 6-માસિક કે વાર્ષિક વ્યાજ મેળવી શકાય છે. આ યોજનામાં મહત્તમ રૂપિયા 15 લાખનું રોકાણ કરી શકાશે.


આ યોજના પર 8 થી 8.30% વ્યાજ મળે છે. આ યોજના પર મળતું પેન્સન આવક ગણાશે જેના પર ટેક્સ સ્લેબ મુજબ વ્યાજ લાગશે. પોલિસી ટર્મ બાદ ખરીદ કિંમત અને પેન્સનની રકમની ચુકવણી કરાશે. પોતાની કે જીવનસાથીની સારવાર માટે પ્રિમેચ્યોર એક્સિટ કરી શકાશે. પોલિસી ટર્મ દરમિયાન વ્યક્તિ મૃત્યુ પામેતો તેના બેનિફિસરીને મૂળ ખરીદ કિંમતની ચુકવણી થશે.


સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર નજર કર્યે છે. 60વર્ષથી ઉપરનાં વયોવૃદ્ઘ આ યોજનામાં રોકાણ કરી શકે છે. વ્યક્તિ પોતે એકલો અથવા જીવનસાથી સાથે અહી રોકાણ કરી શકે છે. મહત્તમ રૂપિયા 15 લાખનું રોકાણ કરી શકાશે. મેચ્યુરીટી પિરિયડ 5 વર્ષનો રહેશે.


5 વર્ષ પછી 3 વર્ષ માટે રોકાણ એકસટેન્ડ કરી શકાશે, જેમા 1 વર્ષનું લોકઇન રહેશે. આ યોજના પર 8.30% વ્યાજ મળે છે. આ યોજનામાં થતા રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણને 80C મુજબ કર રાહત મળે છે. આ યોજનાથી થતી વ્યાજની આવક પર ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે.


પીપીએફ સ્કીમ પર નજર કર્યે છે. મહત્તમ રૂપિયા 15 લાખનું રોકાણ કરી શકાશે. આ યોજનમાં નોમિનેશનની સુવિધા મળે છે. મેચ્યુરિટી પિરિયડ 15 વર્ષ છે, જેને 5 વર્ષ માટે વધારી શકાય છે. આ યોજનામાં થતા રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણને 80C મુજબ કર રાહત મળે છે. આ યોજના પર 7.60% વ્યાજ મળે છે, જે ટેક્સ ફ્રી છે.


વાર્ષિક રૂપિયા 1.5 લાખનું રોકાણ 15 વર્ષ સુધી કરી રૂપિયા 42 લાખનું ટેક્સ ફ્રી ભંડોળ બનાવી શકાય છે. 7માં વર્ષ પછીથી રકમનો ઉપાડ કરી શકાય છે. હાલમાં પીપીએફ ખાતુ 5 વર્ષ પહેલા પ્રિમેચ્યુરલી બંધ કરી શકાતુ નથી. તબીબી જરૂરિયાત અથવા ભણતર માટે ઉપાડની પરવાનંગી અપાવાની શક્યતા છે.