બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ફિક્સ મેચ્યુરીટી પ્લાન અંગે માહિતી

ના રોજ પ્રકાશિત Thu, 26, 2018 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું ફિક્સ ઇનકમ પ્લાન અંગે માહિતી, આ પ્લાનની ઉપયોગીતા, દર્શકોનાં સવાલ.


છેલ્લા અમૂક સમયથી આપણે જોઇ રહ્યાં છે ફિક્સ ઇનકમ આપતા રોકાણો પર વ્યાજદર ઓછો હોવાથી રોકાણકારને જોઇએ એવુ વળતર મળી શકતુ નથી પરંતુ જે રોકાણકાર ડેટમાં જ સુરક્ષિત રોકાણ કરવા માંગે છે તેમને માટે શું રોકાણનો કોઇ બીજો વિકલ્પ ઉપલબ્ધ છે? તો તેનો જવાબ છે હા.


ફિક્સ મેચ્યુરીટી પ્લાન આનો એક સારો વિકલ્પ બની શકે છે, તો શું છે આ ફિક્સ મેચ્યુરીટી પ્લાન અને કઇ રીતે બની શકે હિતાવહ તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાયનાન્શિયલ એકસપર્ટ અર્ણવ પંડ્યા.


બેન્ક એફડી અને સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજ દર ઘટી ગયા છે. અર્થતંત્રમાં બદલાવ આવતા વ્યાજ દર પાછાબદલાઇ રહ્યાં છે. આરબીઆઈએ એક વાર વ્યાજ દર વધાર્યો છે અને હજુ વધવાની શક્યાતા છે. વ્યાઝ દરનો વધારો રોકાણકારની અપેક્ષા કરતા ઘણો ઓછો છે. ડેટમાં રોકાણ પર સારૂ વળતર મેળવવુ રોકાણકાર માટે મુશ્કેલ બન્યું છે.


રોકાણકાર માટે ડેટમાં રોકાણ કઇ રીતે કરવું તે એક ચેલેન્જ છે. થોડા સમયથી રોકાણકાર ઘટતા વ્યાજદરનો સામનો કરી રહ્યાં છે. આરબીએલએ એક લાર વ્યાજદર વધાર્યો છે અને હજુ વધવાની શક્યતા છે. સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજદરમાં પણ વધારો નથી થયો.


થોડા સમયથી રોકાણકાર ઘટતા વ્યાજદરનો સમાનો કરી રહ્યાં છે. ફિક્સ ઇનકમનાં વિકલ્પોનાં વ્યાજ દરમાં હવે રિકવરી શરૂ થઇ છે. બેન્ક ફિક્સ ડિપોઝીટ હજુ પણ આકર્ષક નથી. સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજદરમાં પણ વધારો નથી થયો છે. હાલમાં MFનાં ફિક્સ મેચ્યુરીટી પ્લાનમાં રોકાણ કરવું હિતાવહ બની શકે છે. ફિક્સ મેચ્યુરીટી પ્લાનમાં વ્યાજદર ઘટવાની ચિંતા રહેતી નથી.


રોકાણકારને ફિક્સ મેચ્યુરીટી પ્લાનમાં સારૂ વળતર મળી શકે છે. મોટા ભાગનાં FMPs નો સમયગાળો 3 વર્ષ કે તેથી વધુ હોય છે. FMPs લાંબાગાળામાં સ્થિર અને સારૂ વળતર ઇચ્છતા રોકાણકાર માટે ઉપયોગી છે. ડેટ ફંડ માટે લાંબાગાળાનો સમય 3 વર્ષ પછી ગણાય છે. રોકાણકાર ઇન્ડેક્શેસનનાં ઉપયોગથી ટેક્સનું ભારણ ઘટાડી શકે છે.


ટેક્સ ઘટતા નેટ રિટર્ન વધશે. FMPsમાં રોકાણની તક ખૂબ જ ઓછા સમય માટે આવતી હોય છે. FMPsમાં રોકાણની જાહેરાત થતાજ રોકાણકારે ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે. એક વાર રોકાણ કરી મેચ્યુરીટી સુધી નિષ્ચિત બની તેનો લાભ લઇ શકાય છે.