બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આર્બિટ્રેજ ફંડ અંગે જાણકારી

ના રોજ પ્રકાશિત Mon, 26, 2019 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં આર્બિટ્રેજ ફંડ અંગે જાણકારી, જાણીશું આ ફંડમાં રોકાણનાં લાભ, અને લઇશુ દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પોની વાત કરતા હોઇએ છીએ. તે પૈકી આજે આપણે વાત કરીશું આર્બિટ્રેજ ફંડ અંગે. અને આ ફંડ અંગે જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટના અર્ણવ પંડ્યા પાસેથી.


આર્બિટ્રેજ ફંડ ઇક્વિટી ઓરિએન્ટડ ફંડનો પ્રકાર છે, જેમાં થોડુ રિસ્ક છે. જુદા જુદા માર્કેટમાં કિંમતોના તફાવતથી કમાણી કરી શકાય છે. જેમકે બે એક્સેન્જમાં તફાવત છે. કેશ અને ફ્યુચર માર્કેટનો તફાવત છે. મોટા ભાગનાં આર્બિટ્રેજ ફંડ બીજી સ્ટ્રેટર્જી ફોલો કરે છે. ઇક્વિટીમાં સ્પેસિફિક શેરમાં રોકાણ કરી ફ્યુચર માર્કેટમાં અપોસિટ પોઝિશન લે છે.


બન્નેનો તફાવત તમારો નફો અથવા રિટર્ન ગણી શકાય છે. કોઇ ઓપન પોઝિશન ન હોવાથી કિંમત તુટવાની અસર થતી નથી. એક માર્કેટમાં લોસ થાય તો બીજાથી સરભર થઇ શકે છે. આ ફંડ માર્કેટની સામાન્ય સ્થિતીમાં સ્થિર રિટર્ન આપે છે.


આ ફંડનું ટેક્સેશન એલિમેન્ટ તેનો ફાયદો છે. આ ફંડ પર ઇક્વિટી ફંડ પ્રમાણે ટેક્સ લાગે છે. ડિવિડન્ડ પર 10 ટકા ડીડીટી લાગે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર 15 ટકા ટેક્સ લાગે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 10 ટકા ટેક્સ લાગે છે. આર્બિટ્રેજની અછત થાય તો રિટર્ન ઘટવાનું જોખમ છે. આ કારણે રિટર્ન ઓછા વધતા પણ થાય છે.