બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઈન્શ્યોરન્સ એ રોકાણ કે સુરક્ષા

ના રોજ પ્રકાશિત Tue, 07, 2017 પર 07:39  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે ઈન્શ્યોરન્સ એ રોકાણ કે સુરક્ષા, કેવી રીતે ખરીદવો ઈન્શ્યોરન્સ અને દર્શકોના સવાલ પર.

જ્યારે નાણાંકિય આયોજનની વાત આવે ત્યારે 2 વાત મુખ્ય ધ્યાનમાં આવે.. એક છે રોકાણ અને બીજુ છે સુરક્ષા. પણ ઘણી વાર લોકો રોકાણ અને સુરક્ષા વચ્ચે confuse થઈ જતા હોય છે અને પોતાના રોકાણ સાથે ગડબડ કરી બેસતા હોય છે. તમે તમારા રોકાણ અને સુરક્ષા વચ્ચે કનફ્યુઝ ન થાવ તેના માટે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે ફૂલસર્કલ ફાઈનાન્સિયલ પ્લાનર અને એડવાઈઝર્સના કલ્પેશ આશર.

ઈન્શ્યોરન્સને રોકાણ ન સમજવું જોઈએ. ઈન્શ્યોરન્સ પોલિસીમાં વળતરની ભાવના ન રાખવી જોઈએ. રોકાણ માટે ટેક્સ સેવિંગ વાળા ઘણા ઓપ્શન છે. ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પોલિસીનું વળતર 4% આસપાસ જ રહેતુ હોય છે. ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કવર પણ પર્યાપ્ત નથી હોતું. ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રિમીયમ સામાન્ય ટર્મ પ્લાનથી વધારે હોય.


ટ્રેડિશનલ પોલિસીમાં પહેલાથી રિટર્નની વાત કરતા હોય છે. ટ્રેડિશનલ પોલિસીમાં મેચ્યોરિટી પણ ખુબ ઓછી આવતી હોય છે. વાર્ષિક આવકની સરખામણી કરી ટર્મ પ્લાન લેવામાં આવે છે. દરેક કમાનાર વ્યક્તિએ ટર્મપ્લાન લેવો જોઈએ. ઈન્શ્યોરન્સને રોકાણ તરીકે ન જોવું જોઈએ.

સવાલ: હું દરેક મહીને 2500 રૂપિયા રોકવા માગું છું. જેમાં થી હું હાલ દરેક મહિને 1000 sip બિરલા સન લાઈફ  ઇકવીટિ ફંડમા રોકુ છું. હજુ મારે 1500 દરેક મહીને રોકવા છે. તો તેના માટે શુ કરવું? 1500 દરેક મહિને કયા રોકવા?

જવાબ: હિતેશભાઈને સલાહ છે કે તમારો ધ્યેય નક્કી કરી રોકાણ કરવું જોઈએ. રૂપિયા 1500 અન્ય લાર્જકેપ ફંડ કે ડાઈવર્સિફાઈડ બેલેન્સ્ડ ફંડમાં રોકી શકાય. જો તમારો ધ્યેય 5 થી 10 વર્ષનો હોય તો તમારો ફંડ યોગ્ય છે.

સવાલ: રાકેશ ધિવર બિલીમોરાથી લખે છે, મારી ઉંમર 40 વર્ષ છે. 15 વર્ષ પછી 60,000 જોઈએ છે તો કેવી રીતે નાણાંનું રોકાણ કરવું જોઈએ, અને માસિક કેટલું રોકાણ કરવું જોઈએ તે પણ જણાવો.

જવાબ: રાકેશભાઈને સલાહ છે કે રોકાણની રકમ મોંઘવારી દરના આધારે બદલી શકાય. રૂપિયા 60,000 ની સરખામણીએ વાર્ષિક 7 લાખ રોકવા જોઈએ. રૂપિયા 21,000 ની માસિક એસઆઈપી કરવી જોઈએ.

સવાલ: કેવલ દોશીનો મુંબઈથી ઈમેઈલ આવ્યો છે. તેઓ પુછે છે, તેમને ELSS ઈક્વિટી ફંડમાં થોડું મુંજવણ છે, મારે ઈક્વિટીમાં માસિક 1000 રોકાણ કરવું છે, જેનો સમયગાળો ઓછામાં ઓછો 3 વર્ષનો રાખવો છે, તો સામાન્ય SIP કરવી જોઈએ કે ELSS?

જવાબ: કેવલભાઈને સલાહ છે કે ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી છે જે ટેક્સ સેવિંગ માટે છે. જો ટેક્સ સેવિંગનો ઉદ્દેશ્ય ન હોય તો અન્ય ફંડમાં રોકાણ કરી શકાય. ELSSમાં રોકેલા નાણાં 3 વર્ષ પછી જ નાણાં પરત મળશે. સારા ડાઈવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકાય.