બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ટેક્સ બચાવવા થતા રોકાણ

ના રોજ પ્રકાશિત Thu, 23, 2017 પર 09:20  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે ટેક્સ બચાવવા થતા રોકાણ, કઇ રીતે લેવો રોકાણનો નિર્ણય અને રોકાણ પહેલા કઇ કાળજી રાખવી.

માર્ચ મહિનાનો અંત નજીક આવી રહ્યો છે, આ સમયે લોકો પોતાનો ટેક્સ બચાવવા માટે ઘણા બધા રોકાણ કરતા હોય છે. જેમા ઘણી વખત અમુક ભૂલ થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે, તો ટેક્સ બચાવવા માટે  રોકાણ બાબતે કઇ કઇ તકેદારી રાખવી જોઇએ આ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટીફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર, ગૌરવ મશરૂવાલા.

ટેક્સ બચાવવા માટેનાં રોકાણ વર્ષની શરૂઆતથી થવા જોઇએ. દરેક રોકાણ ધ્યેયને આધારે થવા જોઇએ. વિવિધ રોકાણો પર ટેક્સ બચત થતી હોય છે જેની માહિતી હોવી જરૂરી. ધ્યેય,રોકાણ અને ટેક્સ ત્રણેયને ધ્યાને રાખી રોકાણ કરવું. ટેક્સ બચાવવા માટે ઘણા લોકો ઇન્શ્યોરન્સ લેતા હોય છે. ઇન્શ્યોરન્સને ટેક્સ બચાવવાનું માધ્યમ ન સમજવું. ઇન્શ્યોરન્સ સુરક્ષા માટે લેશો, ટેક્સનો લાભ આપોઆપ મળશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પર પણ ટેક્સ બચત થાય છે.


યુએલઆઈપીનાં પ્રિમયમની કિંમત વધુ ઉંચી હોય છે, મોટી રકમની જવાબદારી બને છે. ઈએલએસએસમાં 3વર્ષનું લોકઇન હોય છે. ઈએલએસએસમાં રોકાણ પહેલા તમામ માહિતી મેળવવી જરૂરી છે. ઈએલએસએસમાં રિઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ લેવો હિતાવહ નથી. પીપીએફનાં રોકાણથી પણ ટેક્સ બચે છે. પીપીએફનું રોકાણ ડેટમાં થતું રોકાણ છે, પીપીએફમાં બમણી ટેક્સ બચત છે. પીપીએફનું રોકાણ પર અને વળતરનાં વ્યાજ પર ટેક્સ બચત થાય છે.


યુવાઓએ અમુક રોકાણ પીપીએફમાં કરી,બાકીનું રોકાણ અન્યત્રે કરી શકાય. પીપીએફમાં 1.5 લાખ સુધીનાં રોકાણ પર કરમુક્તિ મળે છે. સુકન્યા સમૃધ્ધિ યોજના, સિનિયર સિટિઝનનાં રોકાણ પર ટેક્સ બચત થાય છે. બાળકોની ટ્યુશન ફી પર ટેક્સ બચત થઇ શકે છે.


ધ્યેયનાં સમયગાળાનાં આધારે જ રોકાણ કરવું જોઇએ. ટેક્સ સેવિંગ કરવા માટેનાં રોકાણ લાંબાગાળાનાં હોય છે. દર વર્ષે  રોકાણ અને ટેક્સનું આયોજન વર્ષની શરૂઆતમાં કરવું જોઇએ. અંતિમ સમયે થતા રોકાણ પણ જોઇન્ટ નેમ પર કરવા જરૂરી.

સવાલ: માઈ પાસે એક LIC ની પોલિસિ લીધેલ છે, જેમાં રૂપિયા 10,00,000 ની પોલીસી છે અને વાર્ષિક રૂપિયા 4400 નું પ્રીમિયમ ભરું છુ. તો હવે મારે આગળ બીજું કોઈ સારું વળતર આપી શકે એવી સારી term plans કે SIP પ્લાન્સ કે રોકાણ વિષે જણાવશો. હાલ માં હું મારી પત્ની સાથે એક ભાડા ના ઘર માં રહું છુ અને નજીક નાં ભવિષ્યઃ માં પોતાનું ઘર લેવા નો પણ વિચાર છે . મારી પત્ની પણ નોકરી કરે છે અને માસિક ₹35000 ની આવક ધારાવે છે. મારા માતા પિતા સૂરત શહેર માં પોતાના ઘરમાં રહે છે.

જવાબ: અર્પિતને સલાહ છે કે 3 મહિનાની આવક જેટલી રકમ ઇમરજન્સી ફંડ તરીકે અલગ રાખવી. એસઆઈપીની શરૂઆત ડેટ ફંડથી કરી શકાય. લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પણ જરૂરી. નિૃવૃત્તિ માટે નાનું રોકાણ સતત કરતા રહેવું.

સવાલ: મારો પગાર છે 25 હજાર. તેમાં મારી એસઆઈપી 1 હાજાર રૂપિયાની થાય છે, 5 લાખનો મેડિક્લેમ છે, મારે 5 વર્ષમાં ઘર બનાવાનો પ્લાન છે તો હું એસઆઈપીમાં કેવી રીતે રોકાણ કરૂ?

જવાબ: પ્રજ્ઞેશને સલાહ છે કે ઇક્વિટી ફંડમાં રોકાણ એસઆઈપી દ્વારા કરી શકાય. ઇક્વિટી ફંડમાં 30, 40% રોકાણ કરી શકાય. રોકાણનાં વળતરથી ઘરનું ડાઉનપેમેન્ટ થઇ શકશે.