બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: બજેટ 2017 પછી રોકાણના માધ્યમ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2017 પર 07:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હંમેશા વેલ્થી અને તેની સાથેજ તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજન માટે તમને આપીશું તમામ વિકલ્પો મની મૅનેજર શોમાં.

મની મેનેજરમાં આજે બજેટ 2017 પછી રોકાણના માધ્યમ, ક્યાં કરવું જોઈએ રોકાણ, કેવી રીતે કરશો આયોજન.

રોકાણ કરવા માટે આમ તો દરેક સમય યોગ્ય જ હોય છે જો તમારે શરુ કરવું હોય. પરંતુ તેમા પણ અમુક સમયગાળો હોય છે જેમા કરેલું રોકાણ તમને સારૂ વળતર આપી શકે. પહેલા ડિમોનેટાઈઝેશન અને પછી બજેટ. આ 2 વસ્તુએ રોકાણ પર થોડી બ્રેક લગાવી હતી. હવે આ બન્ને ઈવેન્ટ પાસ થઈ ગયા છે ત્યારે તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ, તેના પર ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

રિયલ એસ્ટેટમાં રોકાણ હોમલોનમાં પણ ફાયદો કરાવવામાં આવ્યો છે. હાલ આ ઈન્ડસ્ટ્રીમાં મોટુ મોજૂ આવી ગયું છે. હાલ રોકાણમાં મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIPની એવરેજ પણ ઘણી સારી છે. ફોરેન ઈન્વેસ્ટર કરતા મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લો વધી ગયા છે. ઈક્વિટી ફંડમાં પહેલા અસ્થિરતા હતી પણ તેમા સતત વધારો રહ્યો છે. જો તમારા ધ્યેય નક્કી હોય અને કેશફ્લો સ્થિર હોય તો ઈક્વિટીમાં રોકાણ કરો.


આ 3 ઈવેન્ટની અસર આપણા પર્સનલ ફાઈનાન્સ પર થતી હતી. હવે રોકાણ કરવા માટે રાહ જોવાન જરૂરત નથી. ડેટ મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રોકાણકાર માટે ખુબ સારુ માધ્યમ. આરબીઆઈ પોલિસીની અસર ડેટ ફંડ પર દેખાશે. યિલ્ડ ફંડમાં કે બોન્ડ ફંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડેટફંડમાં હાલ શોર્ટ ટર્મનું રોકાણ કરવું સારૂ રહે.


ડેટ ફંડમાં 3 વર્ષથી વધારેના રોકાણ પર હાલનું રિટર્ન ઘણું સારુ છે. નવા રોકાણકારે શોર્ટ કે મિડીયમ ટર્મનું રોકાણ કરવું જોઈએ. બજેટ 2017માં એફોર્ડેબલ હાઉસિંગમાં ફાયદો છે. જેમને પહેલું ઘર લેવું છે તેમને સંપૂર્ણ સહાયતા મળે છે. જેમને રોકાણ માટે ઘર લેવું છે તેમને ફાયદો નહિં થાય. ટેક્સ બચત માટેનું રોકાણ હવે ફાયદાકારક નહિં રહે.


મોટા બિલ્ડરો માટે આ સારી તક છે એફોર્ડેબલ હાઉસિંગમાં આવવા માટે. વ્યાજદર ઘટતા EMIમાં ફાયદો થશે. જૂનુ ઘર વેચી નવું ઘર લેવું હોય તેમણે થોડી રાહ જોવી જોઈએ. 31 માર્ચ પહેલા રિટર્ન ભરી દેવા જોઈએ. આવનારા વર્ષથી ટેક્સમાં ઘટાડો થયો છે તેમને ફાયદો થશે. 12500ની રકમની રોકાણની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. 12500ની રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ કરી શકાય.