બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: તેજીનાં માર્કેટ વખતે થતી રોકાણકારની ભૂલો

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 14:43  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે તેજીનાં માર્કેટ વખતે થતી રોકાણકારની ભૂલો, કઇ રીતે સુધારશો આ ભૂલ અને લઇશું દર્શકોનાં સવાલ.

મોટેભાગે આપણા સૌની ધારણા એવી હોય છે કે જો માર્કેટમાં તેજી છે તો આ પરિસ્થિતી સૌને માટે સારી છે ત્યા કોઇની પણ કોઇ ભૂલ થવાની શક્યતા નથી પરંતુ આ સાચુ નથી માર્કેટની તેજી વખતે પણ રોકાણકારની અમૂક ભૂલ થતી હોય છે.તો કઇ છે આ ભૂલ અને આવી ભૂલ ને ખઇ રીતે અટકાવી શકાય આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશુ અને આજે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે પહેલીવાર સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા રોકાણકાર તેજી વખતે ભૂલ કરી શકે. માત્ર માર્કેટની આજની સ્થિતીને જોઇ રોકાણ ન કરવા જોઇએ. દરેક જણ રોકાણ કરે છે તે માટે રોકાણ કરવાનો નિર્ણય ન લેવો જોઇએ. તમે કોઇ તક ચૂકી ગયા છો એ માટે મોટુ રોકાણ કરી દેવાની ભૂલ ન કરવી. તેજીનાં સમયે લોભથી રોકાણ થવાની શક્યતા છે, તેનાથી બચો. તમારા રોકાણ અને સ્ટ્રેટર્જીને બદલવા નહી. સુડો એક્સપર્ટની સલાહથી રોકાણ ન કરવા જોઇએ.


કાર્તિક ઝવેરીનાં મુજબ જો તમને સારો નફો થયો હોય તો તેનો આનંદ લો. પ્રોડક્ટ વેચનાર ક્યારેય મારી પ્રોડક્ટને ન ખરીદવાની સલાહ આપશે નહી. દરેક કંપની લગભગ 10%ની આસપાસનો લક્ષ્યાંક આપે છે. એક્સ્ટ્રા માર્કેટ નોઇસથી બચી રહેવું. રોકાણ પુરતી માહિતી લઇ સમજી વિચારી કરવા. લોકોની સલાહથી ક્યારેય રોકાણ ન કરવા. દરેક આઈપીઓ નફો આપી શકતા નથી. વ્યાજ પર નાણાં લઇ આઈપીઓમાં રોકાણ કરવાનાં નિર્ણય ન લેવા. કંપનીનો આઈપીઓ લાવવાનો હેતુ જાણી રોકાણ કરવું.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે જ્યારે કંપની એક્સાપન્સન માટે આઈપીઓ લાવે તો રોકાણ કરી શકાય. જ્યારે કંપની લોન ચુકવવા માટે આઈપીઓ લાવે તો રોકાણ કરવું ન જોવુ. આઈપીઓમાં રોકાણની તક ચુકી ગયા એમ માનવાની જરૂર નથી. કંપની લિસ્ટ થયા પછી રોકાણની ઘણી તકો મળી શકે. MF વેચી, કે અન્ય રોકાણનાં નાણાં ઉપાડી શૅરમાં રોકવા ખૂબ જોખમી છે. ટિપ્સ પર રોકાણનાં નિર્ણય લેવા ન જોઇએ. બજારની તેજી સમયે મોટુ રોકાણ એ મોટુ જોખમ છે. રોકાણ જોખમને સમજીને કરવા. છેલ્લા 6 મહિનાને જોઇ આગલા 20 વર્ષનાં રોકાણ ન કરવા.