બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્મોલ કેપ ફંડમાં રોકાણ કેટવું યોગ્ય?

આજના મની મેનેજરમાં જાણીશું સ્મોલ કેપ ફંડ અંગે ચર્ચા, રોકાણકારે કેવો અપોર્ચ રાખવો?.
ના રોજ પ્રકાશિત Tue, 20, 2018 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશું સ્મોલ કેપ ફંડ અંગે ચર્ચા, રોકાણકારે કેવો અપોર્ચ રાખવો?, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પો વાતો કરતા હોઇએ છીએ, જેમાંથી આજે આપણે સ્મોલ કેપ ફંડ અંગે વિસ્તાર પુર્વક જાણીશુ, રોકાણેકાર સ્મોલ કેપ ફંડમાં ક્યારે અને કેટલુ રોકાણ કરી શકે તે અંગેની જાણકારી મેળવીશું અને એના પર જાણકારી લઇએ ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયાન્નશિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શિયલ બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.


સ્ટૉક મારેક્ટની સ્થિતી બદલાતી રહે છે, હવે માર્કેટ સુધરી રહ્યું છે. આવનારા સમયમાં વોલેટિલિટિ રહેશે. માર્કેટમાં પોઝેટિવ સંકેતો ઘણા છે, પોર્ટફોલિયો પર ધ્યાન આપતા રહેવું જોઇએ. સ્મોલ કેપના રિટર્ન છેલ્લા 4 વર્ષમાં સારૂ રહ્યું હતું. છેલ્લા 1 વર્ષમાં સ્મોલ કેપ ઇન્ડેક્સ 27 ટકા ડાઉન છે. સેબી મુજબ પહેલા 250 પછીનાં ફંડ મિડ અને સ્મોલકેપ છે. સ્મોલકેપ ઇન્ડેક્સ 27 ટકા ડાઉન છે. સ્મોલકેપમાં રોકાણ જોખમી પણ સારી કંપની સારૂ વળતર આપી શકે છે.


સ્મોલકેપમાંથી ફાયદો મેળવવા 10 કે વધુ વર્ષનું રોકાણ જરૂરી છે. સ્મોલકેપમાં રોકાણ પહેલા ફંડની ફેક્ટશીટ સમજી લેવી જોઇએ. વધુ પડતા સ્મોલકેપ ફંડમાં રોકાણ ન કરવું. તમારા પોર્ટફોલિયોનાં 20-25% રોકાણ સ્મોલકેપમાં રાખી શકાય છે.