બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: જાણીશું કઇ રીતે ખોલી શકશો ઓનલાઇન પીપીએફ અકાઉન્ટ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2018 પર 14:57  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે પીપીએફ અકાઉન્ટ હવે ખુલી શકે છે ઓન લાઇન, જાણીશું કઇ રીતે ખોલી શકશો ઓનલાઇન પીપીએફ અકાઉન્ટ અને લઇશું દર્શકોનાં સવાલ.

નિવૃત્તિનાં આયોજન માટે પીપીએફમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોઇએ છીએ. પીપીએફનું રોકાણ નિવૃત્તિનાં આયોજનની સાથે ટેક્સ સેવિંગ માટે પણ અસરકારક રોકાણ છે. આ પીપીએફનું ખાતુ ખોલાવવા અત્યાર સુધી આપણે જાતે બેન્કમાં જવું પડતુ હતું પરંતુ હવે પીપીએફ ખાતુ ઓનલાઇન પણ ખોલી શકાશે. તો આની પ્રોસીજર શું છે અને તેનાથી શુ લાભ મળશે એ જાણીશુ આજના મની મેનેજરમાં. અને માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાનાં મતે પીપીએફનું ખાતુ પોસ્ટ ઓફિસ અને અમુક બેન્કમાં ખોલી શકાય છે. પીપીએફનું ખાતુ પબ્લિક સેક્ટર બેન્કમાં ખોલી શકાય છે. પીપીએફ ખાતુ ખોલવા દસ્તાવેજો સાથે ફોર્મ ભરી અને ફોટો આપવો પડતો હતો. પીપીએફ ખાતુ ખુલતા તમને મળશે અકાઉન્ટ નંબર છે. અત્યાર સુધી પીપીએફ ખાતામાં આપણે ફંડ ટ્રાન્સફર ઓનલાઇન કરી શકતા હતા.


આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા હવે પીપીએફ ખાતા માટે પેપર લેસ પ્રક્રિયા લવાય છે. હવે પીપીએફ ખાતુ નેટ બેન્કિંગ દ્વારા અથવા એપ દ્વારા ખોલી શકાશે. આ પેપરલેસ રૂટનો ઉપયોગ માત્ર બેન્કનાં ગ્રાહકોજ કરી શકશે. પીપીએફ ખાતુ ખોલવા માટેની ટેબ પર ક્લિક કરો. અમુક ડિટેલ અને રોકાણની રકમ લખી તેને કન્ફર્મ કરો.


તમારા પાન અને સરનામાની વિગતો જે બેન્ક પાસે હશે તે અહી જોડાશે. ત્યારબાદ ગ્રાહકે આધાર નંબર અને ઓટીપી એન્ટર કરવાનાં રહેશે. પીપીએફ ખાતુ તરત જ ખુલી જશે. પછી તમે તેમા નાણાં ટ્રાન્સફર કરી શકશો. એક બેન્કએ ફુલી ઓનલાઇન ફેસીલીટી શરૂ કરી છે, ભવિષ્યમાં આ સેવા વધશે. ભવિષ્યમાં વધુમાં વધુ બેન્ક ઓનલાઇન પીપીએફની સેવા આપશે.


પીપીએફ 15 વર્ષ માટેની રોકાણની સ્કીમ છે. પીપીએફ 15 વર્ષ માટેની રોકાણની સ્કીમ છે જેને તમે 5,5 વર્ષ માટે લંબાવી શકો. પીપીએફ પર મળતુ વ્યાજ અને મેચ્યુરીટીની રકમ ટેક્સ ફ્રી રહેશે. પીપીએફ વ્યાજદર દર ત્રણ મહિને નક્કી થાય છે. હાલમાં પીપીએફ પર 7.8% વ્યાજ મળે છે. નિવૃત્તિનું આયોજન માટે પીપીએફ ઉત્તમ વિકલ્પ છે.


નિવૃત્તિનું આયોજન માટે પીપીએફ ઉપરાંત એનપીએસમાં રોકાણ થઇ શકે. નિવૃત્તિનું આયોજન માટે MF પેન્શન પ્લાનમાં રોકાણ કરી શકો છો. હવેથી એનઆરઆઈ, પીપીએફમાં રોકાણ કરી શકાશે નહી. એનઆરઆઈ વ્યક્તિએ વહેલી તકે પીપીએફમાંથી નાણાં ઉપાડી લેવા જોઇએ.

સવાલ: મારે 8-10 લાખનું રોકાણ કરવું છે. શોર્ટ ટર્મ માટે 12-15 મહિના માટે તો કઇ જગ્યાએ કરવુ જોઈએ. મારુ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, મેડીકેલમ છે. લિક્વિડ ફંડમાં મારુ 1.5 લાખનું રોકાણ કરુ છુ.

જવાબ: હાર્દિક પટેલને સલાહ છે કે ટુંકાગાળાનું રોકાણ હોવાથી જોખમ લઇ શકાશે નહી. એમએફનાં શોર્ટ ટર્મ ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે. ટર્મ ડેટ ફંડમાં એક્સિટ લોડ હોતો નથી. ઇમરજન્સી ફંડને મહત્વ આપવું જરૂરી છે. કમાનાર વ્યક્તિનું લાઇફ કવર હોવું આવશ્યક છે.

સવાલ: મારી પાસે 10 લાખ ફેડીમાં છે. મારી મહિનામાં રોકાણ કરવા માંગ છુ. મારી જોબ કમિશન પર છે. તો મને સલાહ આપશો.

જવાબ: જય ચાંગાવાલાને સલાહ છે કે તમે ડેટ એમએફમાં ઇનકમ ફંડમાં રોકાણ કરી શકો છો. સિસ્ટમેટિક વિડ્રોવલ ઓપ્શન લઇ રોકાણ કરવું. મંથલી ઇનકમ ડિવિડન્ડ ફંડમાં રોકાણ કરી શકાય.