બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કરો તમારા નાણાંનું શ્રેષ્ઠ આયોજન

ના રોજ પ્રકાશિત Tue, 20, 2017 પર 07:03  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય આયોજન એ દરેક વ્યક્તિએ લગભગ દરરોજ કરવું જ પડતુ હોય છે. યોગ્ય સમયે, યોગ્ય રીતે કરેલુ નાણાંકીય આયોજન સમૃધ્ધ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો આપના સફળ નાણાંકીય આયોજન માટે જરૂરી એવી માહિતી સાથે હાજર છુ આજનાં મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે ચઢતા માર્કેટમાં શું ન કરવું? 7 વાતોનું રાખવું ધ્યાન અને દર્શકોનાં સવાલ.

પાછલા થોડા દિવસોમાં આપણે માર્કેટને નવા સ્તરો સુધી ઉપર જતુ જોયુ છે અને ત્યારે જ રોકાણકારોની મૂંઝવણો પણ વધતી જતી જોવા મળે છે,કેટલાક માને છે કે માર્કેટ રેલી હવે શરૂ થઇ ગઇ છે અને માર્કેટ નવી ઉંચાઇએ પહોચશે તો કેટલાકને માર્કેટ પડવાનો ડર સતાવે છે.


આવી મૂઝવણના પરિણામે રોકાણદ્વારા એવી ભૂલ થઇ શકે છે જેનાથી આપણી ફાયનાન્શિયલ હેલ્થને નૂકસાન થઇ શકે. તો આવા સમયે શું કરવું અને શુ ન કરવું એ અંગે માર્ગદર્શન આપવા આજે આપણી સાથે જોડાયા છે. ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે જુદા જુદા લોકોની ચર્ચાઓથી મૂંઝવણો વધતી હોય છે. કોલાહલથી દુર રહી શાંતિથી વિચાર કરવો જરૂરી. નિર્ણય લેવા માટે તમારા અનુભવનો આધાર લેવો જોઇએ. માત્ર માર્કેટ રેલીનાં આધારે રોકાણનો નિર્ણય ન લેવો,વિચારીને નિર્ણય લેવો.


માર્કેટ ચઢે ત્યારે જુના રોકાણનાં વળતરનો આનંદ લો. માર્કેટ ચઢે ત્યારે એક સાથે મોટુ રોકાણ ન કરવું જોઇએ. રોકાણને લાંબો સમય આપો તો વધુ મોટો લાભ મળી શકે. કંપનીનો દેખાવ છેલ્લા 7 થી 10 વર્ષ માટે જાણો. નક્કી કરેલા રોકાણ પર મકક્મ રહેવું જરૂરી.


માત્ર છેલ્લા વર્ષનાં દેખાવને આધારે રોકાણ કરવું હિતાવહ નથી. આપણુ પહેલા કરેલુ આયોજનને તોડવુ ન જોઇએ. તમારા નાણાંકિય આયોજનને વળગી રહેવુ ખૂબ જરૂરી. માર્કેટની સ્થિતી બદલાતી રહે છે, જેને કારણે રોકાણ અટકાવવા ન જોઇએ. રોકાણ અટકી જતા રોકાણની ડિસિપ્લિન તૂટી જાય છે.


રોકાણ અટકી જતા પાછુ શરૂ કરવુ ઘણુ મુશ્કેલ બને છે. માર્કેટ વધે ત્યારે કોઇ ખોટા રોકાણ ન થાય તેની ખાસ કાળજી રાખવી. રોકાણનાં માધ્યમ ખોટા નથી હોતા પણ સમય ખોટો હોય શકે છે. પીએમએસ જેવી સ્કીમ રોકાણકોરોને આકર્ષે છે. પીએમએસ જેવી સ્કીમ રોકાણકોરોને આકર્ષે છે.


વધુ પ્રોફીટની લાલચમાં રોકાણનાં નિર્ણયો ન લેવા જોઇએ. માર્કેટ ચઢે ત્યારે લોકો શેર માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છે છે. દરેક શેર સારૂ વળતર આપે એ શક્ય નથી. લોન લઇ શેર બજારમાં રોકાણ ન કરવુ જોઇએ.

સવાલ: મારે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવું છે તો અત્યારે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ ક્યા જેમા રોકાણ કરી શકાય?

જવાબ: અરૂણભાઇને સલાહ છે કે મ્યુચલ ફંડમાં 5 થી 7 વર્ષ માટે રોકાણ કરવુ હિતાવહ. રોકાણની શરૂઆત બોન્ડ ફંડમાં કરી શકાય. પોર્ટફોલિયો ડિવાઇડ કરીને બનાવવો જોઇએ.

સવાલ: ઇમેલ દ્વારા બાદલ ચાવડા જાણવા માંગે છે કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટેનો ઉત્કૃષ્ઠ સમય ક્યો?

જવાબ: બાદલભાઇને સલાહ છે કે માર્કેટ જ્યારે પડે છે તે સમય રોકાણનો ઉત્તમ સમય છે. રોકાણનો ઉત્તમ સમય નહી, રોકાણનો સમયગાળો લાંબો હોવો જરૂરી.