બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: 31 માર્ચ પહેલાનું આયોજન

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકિય આયોજન એટલે મની મેનેજર. બન્ને શબ્દો હવે કદાચ સમાનાર્થી બની ગયા છે. ત્યારે ફરી આ શબ્દોને સાર્થક કરતા એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે 31 માર્ચ પહેલાનું આયોજન, શું કરવું જોઈએ, અને દર્શકોના સવાલ વિશે.

દરેક ભારતીયનો પસંદગીનો શબ્દ હોય તો તે છે ટેક્સમાં બચત. અને ફેબ્રુઆરી અંતથી માર્ચ અંત સુધીનો સમય છે જેમાં આ શબ્દનો સૌથી વધારે પ્રયોગ થતો હશે. 31 માર્ચ એટલે નાણાંકિય વર્ષનો અંતિમ દિવસ. અને તે પહેલા દરેક કમાનાર વ્યક્તિએ પોતાના હિસાબ પુરા કરવાના હોય છે.


તો આજે આપણે એ જ ટોપિક પર વાત કરીશું કે કંઈ કંઈ વાતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ 31 માર્ચ પહેલાના આયોજનમાં અને કેવી રીતે કરવું જોઈએ આયોજન. આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

બૅન્કના સ્ટેટમેન્ટ મંગાવી ચેક કરી શકો છો. ટીડીએસ ઈનકમ ટેક્સ વેબસાઈટ પર પણ ચેક કરી શકો છો. તમારી એકાઉન્ટ બુકમાં એન્ટ્રી કરાવતા પહેલા દરેક ટેક્સને ચેક કરવા. ટીડીએસ બેલેન્સીંગમાં ભૂલ ન થાય તે ખાસ જોવું. એડવાન્સ ટેક્સ ભરાતા ઘણો ફાયદો થઈ શકે છે.


તમારી આવક અને જાવકનો હિસાબ એક્સેલ શિટમાં બનાવી શકો છો. કોઈને નાણાં આપ્યા હોય તો તેની પ્રોવિઝનલ શિટ બનાવી શકો છો. ડેટર્સ પોઝીશનમાં નાણાંને ભુલવા ન જોઈએ. ક્રેડિટરને નાણાં આપવામાં સમય હોય તો નાણાંને શોર્ટ ટર્મ માટે રોકી શકો.


બોન્ડ ફંડના રોકાણકારોએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમાં વળતર પર ટેક્સ ચકાસવો. નાણાંને લોન અગેઈન્સ્ટ સિક્યોરિટી એકાઉન્ટમાં પણ રાખી શકો છો. ટેક્સ સેવિંગ માટે ELSS, PPF, NPS, NSC જેવા ટૂલમાં નાણાં રોકી શકો. ઈક્વિટીના પોર્ટફોલિયો ખુબ ધ્યાનથી જોઈ લેવો.

સવાલ: મ્યુચ્યુઅલ ફંડમાં એવા ક્યાં બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ છે જેમા 1 વર્ષમાં શ્રેષ્ઠ વળતર મળી શકે.

જવાબ: રાજેશભાઈને સલાહ છે કે રોકાણ માટે 1 વર્ષનો સમય ખુબ ઓછો છે. 1 વર્ષ માટે શોર્ટ ટર્મ બોન્ડફંડમાં રોકાણ કરી શકો છો.

સવાલ: મારે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મમાં પ્રોફિટ કોને કેટલો કહેવાય એના માટે જાણવું છે. ડિબેટ એકાઉન્ટમાં લેટેસ્ટ સ્ટેટમેન્ટ આવતુ હોય તેમાં મે જુનુ ક્યારે ખરીદયો હોય તે અત્યારે વહેચુ છુ એ માટે કઇ કાર્યવાહી કરવી કે હુ રિટર્નમાં હંમેશા બતાવુ છું. તો શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કરવા માટે શું કરવું ?

જવાબ: અશ્વિનભાઈને સલાહ છે કે ડિમેટ સ્ટેટમેન્ટની તારીખ કોન્ટ્રાક્ટ નોટ પરથી મેળવી શકો છો. ડિમેટ સ્ટેટમેન્ટની તારીખ તમે બ્રોકરને પુછીને પણ જોઈ શકો છો.

સવાલ: મારી ઉંમર 30 વર્ષ છે, મારા માતા-પિતા 56 અને 64 વર્ષના છે, મારે સમગ્ર પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું છે, તો હેલ્થ ઈન્શ્યોરન્સ કે ફેમિલી ફ્લોટર માંથી શું લઈ શકાય? ઉપરાંત ઓનલાઈન લેવું જોઈએ કે એજન્ટ પાસેથી? અને શું તેમા ક્રિટીકલ ઈલનેસ સમાવેશ પામે છે? કે ટોપઅપ લેવું જોઈએ?

જવાબ: કૌસ્તુભને સલાહ છે કે માતા-પિતા માટે ફ્લોટર પોલિસી લઈ શકાય. નવી પોલિસી સાથે ટોપઅપ પણ લઈ શકાય. હાલ બન્ને પોલિસી અલગ રાખવી જોઈએ.