બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટને અસર કરતી ઘટના અને ફ્રોડ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 11:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું માર્કેટને અસર કરતી ઘટનાઓ અને ફ્રોડ, તેમાથી ઉભી થતી તક, દર્શકોનાં સવાલ.


આપણી આસપાસની દુનિયામાં સતત અમુક ઘટનાઓ તો અમુક ફ્રોડ થતા હોય છે, જેને કારણે માર્કેટ પર મોટી અસર થતી હોય છે. આવી ઘટના કે ફ્રોડ જ્યારે થાય છે અથવા સામે આવે છે ત્યારે ઘણા રોકાણકારને ઘણી મુંઝવણ થઇ જાય છે કે રોકાણ ને લગતા નિર્ણયો કઇ રીતે લેવા? અમુક વખત રોકાણકાર ડરી જોય છે, જે સ્વાભાવિક છે પરંતુ અમુક વખત આવી પરિસ્થિતીમાં પણ અમુક તક ઉભી થતી હોય છે,તો આવા સંજોગોમાં રોકાણકારે કઇ રીતે આગળ વધવુ એ અંગે આપણે ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


નફાનાં આનંદ કરતા નુકસાનની તકલીફ રોકાણકારને વધુ થાય છે. જ્યારે રોકાણ કરેલા શેરનાં ભાવ તુટે તો તકલીફ થાય એ સ્વાભાવિક છે. અમુક વખત લોભને કારણે ફ્રોડ થતા હોય છે. ફ્રોડ થવાનાં કારણો એવા છે કે લોકોને લોભ હોય છે. લોકોને પોતા પર ઓવર કોન્ફીડન્સ હોય છે. લોકોને ખરાબ નિર્ણયનું કવર અપ મળી શકે છે. જ્યારે રોકાણ કરેલા શેરલા શેરનાં ભાવ તુટે તો તકલીફ આય એ સ્વાભાવિક છે. એનએસઈએલ, પીએનબી અને સત્યમનાં ફ્રોડ આ કારણે થયા હતા.


પીએનબીને કારણે દરેક બેન્કનાં ભાવ નીચે આવ્યા હતા. પીએનબી કૌભાડ સમયે સારી બેન્કમાં રોકાણ કરવાની તક હતી. સત્યમાં ખોટા બીલથી મોટી બેલેન્સ સીટ બતાવાઇ હતી. ઓવર કોન્ફિડન્સથી પણ ફ્રોડ થતા હોય છે. સીઆરબી કેપિટલ અને સહારાએ ઓવર કોન્ફિડન્સમાં થયેલા ફ્રોડનાં ઉદાહરણ છે. સહારાએ ઉચા વ્યાજે નાણાં લઇ બિઝનેસમાં રોકાયા હતા.


તમારી લાલચનો ફાયદો કોઇ કંપનીને ન મળે અનું ધ્યાન રાખો. જોખમ સમજીને રોકાણ કરવા ખૂબ જરૂરી છે. ખોટા નિર્ણયને કવર અપ કરવામાં અમુક ફ્રોડ થાય છે. આઈએલ એન્ડ એફએસનાં મેનેજમેન્ટ દ્વારા અમુક ખોટા નિર્ણયો લેવાયા હતા. નફાનાં આનંદ કરતા નુક્સાનની તકલીફ રોકાણકારને વધુ થાય છે.