બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટમાં સુધારો હવે રોકાણકારે શું કરવું?

ના રોજ પ્રકાશિત Tue, 27, 2019 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું યોર્સ ફાઇનાન્શયલિ બુક અંગે ચર્ચા, શું છે ખાસ આ બુકમાં? દર્શકોનાં સવાલ.


બજેટમાં એફપીઆઈ પર સરચાર્જ લાગુ થયો ત્યારથી માર્કેટ પડી રહ્યુ હતુ અને ઇકોનોમીને બુસ્ટ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા તે સરચાર્જને રોલ ઓવર કરવામાં આવ્યો, સાથે જ ઇકોનોમીને બુસ્ટ મળે તે માટે બીજી પણ અમુક જાહોરાતો કરાઇ હતી, ત્યાર બાદ આપણે આ સપ્તાહમાં માર્કેટમાં ઘણી સારી રકવરી જોઇ છે,


તો હવે રોકાણકારે શું કરવું અને ખાસ કરીને મચ્યુઅલ ફંડનાં રોકાણકારે શું કરવું તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું અને એ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શયલિ બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.


પર્સનલ ફાઇનાન્સની વાત બોલીવુડ સ્ટાઇલમાં છે. સમજો પર્સનલ ફાઇનાન્સનાં વિવિધ તબક્કા ફિલ્મી સ્ટાઇલમાં છે. 1990 અને 2010માં સરખી સ્થિતીમાં બે કપલની વાત છે. સરળ અને સમજી શકાય તેવી ભાષામાં વાર્તા છે. બે ફેક્ટરથી આ બુક લખવાની પ્રેરણા મળી છે. લોકોમાં નાણાંકીય જાગૃતતાનો અભાવ છે.


નાણાંકીય જાગૃતતા લાવવી ખૂબ જરૂરી બની છે. દરેક લોકો સરખી નાણાંકીય સ્થિતીને જુદી અભિવ્યક્તી આપે છે. સારા-ખરાબ સમયમાં આપણે કઇ રીતે રિએક્ટ કરીએ છીએ તેની વાત છે. ખર્ચ,બચત,રોકાણ,ઇન્શ્યોરન્સ દરેક મુદ્દાની વાત છે. નાણાંકીય જીવનમાં જીવનસાથી તેમજ વીલની પણ વાત છે. આ બુક દ્વારા સ્ટોરી રૂપે નાણાંકીય આયોજનનાં મારા વિચાર દર્શાવ્યા છે.


બુકમાં સ્ત્રી પાત્ર પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. સ્ત્રીઓ નાણાંકીય બાબતોમાં મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો નાણાંકીય બાબતોમાં પત્નીને સાથે નથી રાખતા તેઓ ભુલ કરે છે. ઘણી વખત રોકાણકારનાં મૃત્યુબાદ પરિવારને તકલીફ પડે છે.