બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: નાણકિય આયોજનમાં ધ્યાનમાં રાકવાની બાબતો

ના રોજ પ્રકાશિત Mon, 30, 2018 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. આજના મની મૅનેજરમાં મોંઘવારી અને રોકાણની સ્ટેર્જી, મોંઘવારીને કઇ રીતે આપવી માત?, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં અમે તમને ઘણી વખત કહેતા હોઇએ છે કે ખર્ચનો હિસાબ રાખો. જેથી આપણે આપણા ખર્ચને જાણી તેને નિયંત્રિત કરી શકીએ પરંતુ સમયની સાથે સાથે અમૂક વસ્તુની કિંમતમાં મોટો વધારો થઇ જતો હોય છે જેના ઘણા બધા કારણો હોય છે જેમકે ફૂગાવો વધવો. ક્રુડની કિંમતમાં વધારો વગેરે. આવા સમયે આપણો ખર્ચ અચાનક વધી જાય છે.


તો મોંઘવારી સામે લડત આપવા માટે આપણું નાણાંકિય આયોજન કેવુ હોવુ જોઇએ, રોકાણની કેવી સ્ટેર્જી રાખીએ તો આપણે મોંઘવારીને માત આપી શકીએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


હાલમાં ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ, ડિઝલની કિંમત વધતા ઘર ખર્ચનાં બજેટ પર અસર આવી રહી છે. વધતા ખર્ચને પહોંચી વળવા ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ થઇ શકે છે. ડિઝલની કિંમત વધવાથી આડકતરી રીતે ઘણી વસ્તુ મોંઘી થાય છે. ક્રુડ ઓઇલની વધતી કિંમતની અસર આપણા બજેટ પર આવે છે. ટ્રાન્સપોર્ટરની હડતાલ જેવી પરિસ્થિતીમાં તમારો ખર્ચ વધી શકે છે. માસિક બજેટ બનાવી તેના પર નજર રાખવી જરૂરી છે.


બજેટ પ્રમાણે જે જે ખર્ચ કરતા જોવા તેની નોંધ લેતા જવી જોઇએ. આમ કરવાથી બજેટમાં જે વધ ઘટ થયા છે તે તમારા ધ્યાન આવી શકે છે. ખાનપાનની વસ્તુની કિંમતો ફુગાવાને કારણે વધી રહી છે. તમારે રોકાણ પહેલા કરી ત્યાર બાદ ખર્ચ કરવા જોઇએ. ક્નટેન્જન્સી માટે અલગ રકમ રાખી શકાય છે. ફુગાવાની અસર તમારા બજેટ પર આવતી હોય છે. મોંઘવારી જેવી પરિસ્થિતીને પહોંચી વળવા રોકાણ જરૂરી છે. રોકાણ થોડુ એગ્રેસિવ હોવુ જોઇએ તો ફુગાવાના દરને પહોંથી શકાશે.


ઇક્વિટીનાં રોકાણ 5 વર્ષ પછી તમને સારૂ વળતર આપી શકે છે. ઇક્વિટીનાં રોકાણ દ્વારા આપણે મોંઘવારી પહોંચી વળવા સક્ષમ બની શકીએ છે. તમે બિન જરૂરી ખર્ચ પર કાપ મૂકી શકો છો. રોકાણ થોડુ અગ્રેસિવ હોવુ જોઇએ તો ફુગાવાના દરને પહોંચી શકાશે. અગ્રેસિવ બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. આવા ખર્ચને પહોંચી વળવા બજેટમાં ખાસ રકમ રાખવી જોઇએ. કનટેન્જન્સી માટે અલગ રકમ રાખી શકાય છે. વધતી કિંમતો માટે બજેટમાં જરૂરી બદલાવ કરી શકાય છે.


આમ કરવાથી બજેટમાંથી અન્ય જરૂરી વસ્તુઓ હટાવવી નહી પડે છે. મોંઘવારી જેવી પરિસ્થિતીને પહોંચી વળવા રોકાણ જરૂરી છે. રોકાણ થોડુ અગ્રેસિવ હોવુ જોઇએ. મોંઘવારી જેવી પરિસ્થિતીની સામે ટકવા ઇક્વિટી પોર્ટફોલિયો જરૂરી છે. તમારા ખર્ચને ટ્રેક કરતા રહેવુ, જેથી બજેટની બહારનાં ખર્ચ ટાળી શકાય છે.