બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: એમએફ ડાયરેક્ટ પ્લાન Vs નોર્મલ પ્લાન

ના રોજ પ્રકાશિત Tue, 20, 2018 પર 10:12  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજે મની મેનેજરમાં જાણીશું એમએફ ડાયરેક્ટ પ્લાન Vs નોર્મલ પ્લાન, કઇ રીતે કરવું એમએફમાં રોકાણ?, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં આપણે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણ અંગે ઘણી વાતો કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કઇ રીતે થઇ શકે, કાઈ રીતના હોઇ છે એમએફ પ્લાન અને રોકાણની કઇ રીતે થી, ક્યા લાભ કે ગેરલાભ થઇ શકે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને એના પર જાણકારી લઇશું ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


એમએફનાં ડાયરેક્ટ પ્લાન નોર્મલ પ્લાન કરતા સસ્તા હોય છે. એમએફનાં ડાયરેક્ટ પ્લાનનો એક્સેપેન્સ રેશિયો ઓછો હોય છે. એમએફનાં વળતર આવે તે એકસપેન્સ રેશિયો બાદ કર્યા પથીનો આંકડો છે. ડાયરેક્ટ પ્લાનનો એક્સપેન્સ રેશિયો ઓછો થતો હોય છે. એમએફનાં નોર્મલ પ્લાન એટલે ડિસ્ટ્રિબ્યુટરની મદદથી લીધેલો પ્લાન છે. રોકાણથી લઇ બહાર આવવાના નિર્ણય જાતે કરી શક્તા હો તો ડાયરેક્ટ પ્લાન લો.


ડાયરેક્ટ પ્લાન દ્વારા રોકાણકારને વધુ રિટર્ન મળી શકે છે. સામાન્ય રીતે 70 થી 75 બેસીસ પોઇન્ટનો ફરક હોય શકે છે. સેબીએ એક્સપેન્સ રેશિયો ઘટાડવા માટે ગાઇડલાઇન બહાર પાડી છે. નોર્મલ પ્લાનનાં એક્સપેન્સ રેશિયો ઘટાડાઇ રહ્યાં છે. પરંતુ ડાયરેક્ટ પ્લાનનાં એક્સપેન્સ રેશિયો વધી રહ્યાં છે. લિમિટ કરતા ઓછા રિશિયો હોવાને કારણે આ બન્યું છે.


આને કારણે ડાયરેક્ટ પ્લાનના રોકાણકારને વધુ ફાયદો નહી. રોકાણકારને હજુ કોસ્ટ એડવાન્ટેજ મળી શકે છે. રોકાણકારે જોઇ લેવુ જોઇએ કે પ્લાન તેમના માટે યોગ્ય છે કે નહી. રોકાણકાર પોતાનાં ફંડની ચોઇસ માટ સક્ષમ હોવો જોઇએ. ડાયરેક્ટ પ્લાનમાં તમને કોઇ મદદ મળતી નથી. ડાયરેક્ટ પ્લાન માત્ર લાંબાગાળાનાં રોકાણકાર માટે છે. લાંબાગાળાનાં નાના લાભ મોટો ફાયદો બતાવી શકે છે.


સવાલ-


મારે 12 થી 15 વર્ષ માટે રૂપિયા 3000ની એસઆઈપી વેલ્થ ક્રિએશન માટે કરવી છે, ટેક્સ ફ્રી મેચ્યુરીટી રિટર્ન માટે રોકાણનો ક્યો વિકલ્પ પસંદ કરવો જોઇએ?


જવાબ-


ટેક્સ ફ્રી રિટર્ન મળવું આ વર્ષથી શક્ય નથી. આ વર્ષછી ઇક્વિટી કે ઇક્વિટી એમએફ પર ટેક્સ લાગુ કરાયો છે. તમે લાર્જકેપ ઇક્વિટી ફંડમાં રોકામ કરી શકો છો. ત્યાર પછીનું રોકાણ તમે મિડકેપમાં કરી શકો છો.


સવાલ-


કુલ માસિક આવક રૂપિયા 75 હજાર છે, તેમની ઉંમર 28 છે, બાળકો નથી. તેમની ઘર લેવાની ઇચ્છા છે જે માટે તેમને 80% લોન લેવી પડી રહી છે, પરંતુ પરિવાર તરફથી તેમને સલાહ મળી રહી છે કે ઘર ત્યા સુધી ન લેવુ જ્યા સુધી ઘરની અડધી કિંમત જેટલા નાણાં તેમની પાસે હોય. લોન લેવાથી તેમનું EMI 35000 આવશે?


જવાબ-


તમારી આવક માંથી તમારી બચત કેટલી છે જોઇ લો. આવનારા 5 થી 7 વર્ષમાં ખર્ચાનો હિસાબ કરી લો. તમારા અન્ય ધ્યેય માટે પણ તમને રકમની જરૂર પડશે.