બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: યોગ્ય રોકાણથી બચે નાણાં

ના રોજ પ્રકાશિત Thu, 27, 2017 પર 07:13  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. હું આપનું સ્વાગત કરુ છું તમારા ફેવરેટ શો મની મૅનેજરમાં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. રોકાણ સમયે ગણતરી કરી રોકાણ કરવું. હોમલોનમાં સૌથી વધારે લેવરેજિંગ થતું હોય છે.

ગયા એપિસોડમાં આપણે વાત કરી રોકાણના જોખમોની, પ્રાથમિક રીતે આપણે ક્યા જોખમો માટે કાળજી રાખવી જોઈએ તે વિશે. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા હતા યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. અને આજે આ મુદ્દે આગળ વાત કરીશું રોકાણના અન્ય જોખમો વિશે.

દરેક રોકાણના જોખમથી ડરવાની જરૂરત નથી સાવચેત રહેવું જોઈએ. જરૂરતના સમયે સંપત્તી કામ લાગે તેવું રોકાણ કરવું જોઈએ. રોકાણ કરવામાં લાલચ ન રાખવી જોઈએ. ધ્યેયના આધારે રોકાણ કરવું જોઈએ જેથી જોખમ ન રહે.


જ્યારે વ્યાજદરને ધ્યાનમાં રાખી રોકાણ કરીએ તો રિઈન્વેસ્ટમેન્ટ રિસ્ક થાય. જે પ્રમાણે જરૂરીયાત હોય તે પ્રમાણે વળતર વાળુ રોકાણ પસંદ કરવું. વસ્તુ બજારમાં આવે તે સાથે તેમા ઉતાર ચઢાવ લાગુ પડે છે.

જ્યારે નાણાંની જરૂર પડે અને નાણાં ન મળે તેને લિક્વીડિટી રિસ્ક કહેવાય. નાણાંની જ્યારે જરૂર હોય ત્યારે રોકાણ કરવું જોઈએ. રોકાણ કરતી વખતે આપણે જોખમ અને વળતરના પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખવો પડે. ઊંચું વળતર મેળવવા માટે નાણાં લૉક-ઇન ધરાવતા સાધનમાં રોકવાં પડે.


રોકાણ મહત્તમ વળતર માટે નહીં, પરંતુ યથાયોગ્ય વળતર મળે એવી રીતે કરવું. ઉધાર નાણાં લઈ રોકાણ કરવું એટલે લેવરેજિંગ રિસ્ક. લેવરેજિંગ ડાઈરેક્ટ અને ઈનડાઈરેક્ટ બન્ને રીતે થતું હોય છે. લોન એટલે ભવિષ્યની ન કમાયેલી અનિશ્ચિત રકમનો ખર્ચ.