બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: યોગ્ય રોકાણથી બચે નાણાં

ના રોજ પ્રકાશિત Tue, 09, 2017 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા ,આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપતો શો એટલે મની મૅનેજર. પાછલા 2 સપ્તાહથી આપણે રોકાણ અને તેના જોખમ વિશે વાત કરીએ છીએ. ક્યા ક્યા રોકાણમાં કેવા જોખમ આવી શકે તેની ચર્ચા કરી. આજે આગળ વાત કરીશું રોકાણના બચેલા risk ની અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા હતા યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

રોકાણ સાથે ભાવની ચંચળતા જોડાયેલી જ હોય છે. જોખમ અને વળતર એક જ સિક્કાની બે બાજુઓ છે. કોઈને જોખમની સામે વાંધો હોતો નથી, પણ ખરેખર થતા નુકસાનથી વાંધો છે. સ્ટાન્ડર્ડ ડેવિયેશનની ગણતરી કરવાથી તમામ જોખમો મપાઈ જાય છે. ભાવમાં વિવિધ પરિબળોને લીધે ઉતાર-ચડાવ આવતા હોય છે. ભાવચંચળતા જેટલી વધારે હોય તેટલું નાણાં ગુમાવવાનું જોખમ પણ વધારે હોય છે.

રોકાણના સમયે વ્યાજદરમાં થતી વધઘટ પણ એક પ્રકારનું જોખમ જ કહેવાય. જે પ્રકારના રોકાણને વ્યાજ સાથે સંબંધ હોય તેને વ્યાજદરસંબંધી જોખમ રહે. વ્યાજવાળા રોકાણ એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ અને ડિબેન્ચર છે. જ્યારે રોકાણ દેશની બહાર જતું હોય ત્યારે ફોરેન રિસ્ક લાગે. જે તે દેશનું રોકાણ અને રૂપિયાનું વળતર બન્ને ગણવામાં આવે છે.


એનઆઈઆર માટે ઓફ શ્યોર રોકાણ છે તે સુરક્ષિત છે. ઓફ શ્યોર રોકાણ થકી ફોરેન એક્સચેન્જ રિસ્ક નહિવત લાગે. જે રિસ્કને જોઈ શકાય તે ટેન્જીબલ અને જે ન જોઈ શકાય તે ઈનટેન્જીબલ રિસ્ક કહેવાય. ટેન્જીબલ રિસ્ક એટલે શૅર બજાર, સોનું અને રિયલ એસ્ટેટ. જે રિસ્કને મનની ચંચળતાના કારણે ફેરવી દઈએ તે ઈનટેન્જીબલ રિસ્ક કહેવાય. સોનાને કે રિયલ એસ્ટેટને વળતર તરીકે ન ખરીદવું જોઈએ.