બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુવાનો કઇ રીતે કરી શકે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 11:54  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજે મની મેનેજરમાં યુવાનો માટે નાણાંકિય આયોજન, કઇ રીતે શરૂઆત કરશો નાણાંકિય આયોજનની, યુવાઓએ કઇ બાબતોનું રાખવું ધ્યાન?.


મની મેનેજરનાં પાછલા એપિસોડમાં આપણે યુવાવર્ગ માટે નાણાંકિય આયોજન અંગેની વાત કરી હતી, પરંતુ આ બાબતે હજી એવા ઘણા મુદ્દાઓ છે, જેના પર વિસ્તાર પુર્વક ચર્ચા કરવી જરૂરી છે, અને આજે આપણે એજ ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


બાળકનાં જન્મ સમયે પત્ની રજા પર જવાના હોય તો તેની તૈયારી કરી લેવી જાઇએ. બાળકનાં જન્મ પહેલા બને તેટલી વોન ચુક્તે કરી લેવી જોઇએ. આવક ઓછી થવાની છે અને ખર્ચ વધવાનાં છે તેનું આયોજન કરવુ જરૂરી છે. બાળકનાં જન્મથી થોડા સમય સુધી ખર્ચ વધુ રહેતા હોય છે. ક્રેડિટકાર્ડનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઇએ. બાળકનાં જન્મ સમયથી ઉઘારી ન વધે એ રીતનું આયોજન જરૂરી છે.


ક્રેડિટકાર્ડથી ખરીદી ન કરવી જોઇએ. બાળકનાં જન્મ સમયથી ઉધારી ન વધે એ રીતનું આયોજન જરૂરી છે. ક્રેડિટકાર્ડનો ઉપયોગ પેમેન્ટ મેકનિઝમ તરીકે થવો જોઇએ. ક્રેડિટકાર્ડના પેમેન્ટ સમયસર કરવું ખૂબ જ જરૂરી છે. ક્રેડિટકાર્ડના પેમેન્ટ સમયસર ન થાય તો તેના પર ઉચુ વ્યાજ આપવુ પડશે. ક્રેડિટ સ્કોર ખરાબ ન થાય તે રીતનું આયોજન કરવું જોઇએ. તહેવાર પર સંયમ રાખી ખર્ચ કરવો જોઇએ. હોમ લોન અને એજ્યુકેશન લોન લઇ શકાય છે.


રોકાણ જેટલુ વહેલુ શરૂ કરશો એટલુ ભંડળ થઇ શક્શે. ઘર લેવા કે સજાવવાની બાબાતમાં દેખાદેખીથી દુર રહેવું જોઇએ. હોમ લોન લીધા બાદ લોન લઇ ઇન્ટિરિયર માટે વધુ લોન ન લેવી જોઇએ. વધુ પડતી લોન એક સાથે ન લેવી જોઇએ. નાણાંકિય ભીસ સર્જાયતો નીકળતા ઘણો લાંબો સમય લાગશે. સ્ટાર્ટઅપ કે સબટિક્લ પહેલા લોન મુક્ત થવુ જરૂરી છે.