બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બાળકો માટેનાં મની મંત્ર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું ચિલ્ડ્રન્સ ડે ની ઉજવણી, તમારા બાળકો માટેનાં મની મંત્ર, જાણીશું બાળકો માટે રોકાણ ક્યા કરવું?


14મી નવેમ્બરનાં દિવસની આપણે ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ, આ સપ્તાહ આપણે વાત કરીશું ચિલ્ડ્રન્સ ડે ની. એટલે કે જાણીશું બાળકો માટેનાં મની મંત્રા અને આ મની મંત્રાની જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


તમારા બાળકનું બેન્ક ખાતુ ખોલાવો જોઇએ. ઇન્ફન્ટ માટે નીલ બેલેન્સ વેલ્યું ખાતુ ખોલી શકાય છે. બાળકને વારે તહેવારે મળતી રકમ ખાતામાં જમા કરાવો જોઇએ. બાળકને બચત કરતા શીખવવું જોઇએ. થોડા મોટા બાળકોને નિયમો સાથે ડેબિટ કાર્ડ આપી શકાય છે. ઓફર્સનો લાભ લેતા શીખવવું જોઇએ.


બાળપણની બચતની આદતનો લાભ જીવનનાં દરેક તબક્કે થશે. બાળકો નાણાનું મહત્વ સમજે તો ફાયનાન્સ સારી રીતે મેનેજ કરી શકે છે. બાળકોને બચત, ખર્ચ અને દાન સમજાવવું જોઇએ. બાળક માટેની એસઆઈપી જલ્દી શરૂ કરતા મોટુ ભંડાર બની શકે છે. બાળક માટેનાં સ્ટોક ખરીદી લાંબા સમય માટે રાખી શકાય છે. ફિઝિકલ ગોલ્ડ કે ગોલ્ડ ઈટીએફએસમાં રોકાણ કરી શકાય છે.


બાળક માટે પ્રોપર્ટી ખરીદી શકાય છે. દિકરીના નામે પ્રોપર્ટી ખરીદી ભાડાની આવક ઉભી કરી શકાય છે. ચાઇલ્ડ પ્લાન કે ઇન્શ્યોરન્સમાં રોકાણ ટાળવું જોઇએ. એફડી પરનું વળતર મોંઘવારી અને ટેક્સની ગણતરી પછી નહીવત હોય શકે છે. રોકાણ પહેલા પ્રોડક્ટની પુરી માહિતી મેળવવી જોઇએ. રોકાણ સતત કરતા રહેવું છે.