બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નવદૂર્ગાના નવ રૂપ

ના રોજ પ્રકાશિત Tue, 26, 2017 પર 13:16  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપસૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે કરીશું નવરાત્રીની ઉજવણી. નવદૂર્ગાના નવ રૂપ. નારીના જીવનમાં નવ રૂપ અને તેના સાથે નાણાંકિય આયોજન.

નવરાત્રીનો તહેવાર એટલે શક્તિની આરાધનાનો દિવસ. શક્તિના વિવિધ રૂપ સાથે જીવાતા તેના જીવનના વિવિધ તબક્કા. નિરાકાર થી લઈ, માતા બન્યા સુધીના તબક્કાનો અહિં સમાવેશ થાય છે. મની મેનેજર પણ આજે નવરાત્રીની ઉજવણી સાથે નારી શક્તિના રૂપની પણ ઉજવણી કરાવશે અને આજે આ દરેક ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

પહેલો તબક્કો નિરાકાર તબક્કો દિકરીઓએ તેમના ભવિષ્ય માટે નાણાં બચાવવા શરૂ કરવા. ભણતર, લગ્ન કે અન્ય વસ્તુઓ માટે નાણાંનું આયોજન જરૂરી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આયોજન કરી શકાય. જન્મના 91 દિવસ બાદ હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ લેવું.

બીજો તબક્કો કિશોરાવસ્થા તબક્કો જ્યારે કિશોરાવસ્થામાં આવે ત્યારે પોકેટમની આપવી. ખર્ચાઓને સમજતા અને બજેટને મેનેજ કરતા શિખવવું. નાણાંકિય ધ્યેયને સેટ કરતા શિખવવું. પરિવારના બજેટનો ભાગ બનાવવો અને ખર્ચાઓ સમજતા શિખવવું.

ત્રીજો તબક્કો નવી જોબ સમયે પહેલી જોબ સમયે સેલેરી મેનેજ કરવા દેવી. સીએ સાથે વાતચિત કરી નાણાંકિય મુદ્દાઓ શિખવા. ઈનકમટેક્સ ફાઈલ કરતા શિખવવું. વિવિધ રોકાણ અને ઈન્શ્યોરન્સ વિશે જાણ હોવી જરૂરી.

ચોથો તબક્કો નવા લગ્ન સમયે પતિ-પત્નીએ સાથે બેસી નાણાંકિય આયોજન કરવું. બન્નેએ સાથે બેસી નાણાંકિય ધ્યેય સેટ કરવા અને કામ કરવું. નાણાના આયોજન સાથે તેને મોનિટર પણ કરવું. રોકાણ અને બેન્ક ડિટેઈલની ચર્ચા કરવી. રોકાણનું ડિજીટાઈઝેશન કરવું. જ્વેલરીના ફોટા લઈ રાખવા. ફાઈનાન્શિયલ પ્લાનરની મુલાકાત લઈ આયોજન કરવું.

પાંચમો તબક્કો બાળકના આગમન સમયે માતા બન્યા બાદ નાણાંકિય આયોજનની આદત બાળકમાં પણ આવશે. તેને નાણાંકિય આયોજનની ખ્યાલ હોવો ખુબ જરૂરી. અમુક રોકાણ સ્ત્રીની સુરક્ષા કાજે કરવા જોઈએ. નિવૃત્તી અને વૃદ્ધાવસ્થા માટે આયોજન કરી રાખવા. ઘરના હકદારમાં નામ જોડવું અનિવાર્ય છે.

છઠ્ઠો તબક્કો નિવૃત્તી નજીકનો સમય આ સમય બાળકોના લગ્નનો સમય હોય છે. નાણાંનો સંપૂર્ણ કંટ્રોલ હોવો જોઈએ. પતિની પાવર ઓફ એટર્નીમાં સ્થાન હોવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સની તપાસ હોવી જોઈએ. સીએ, ઈન્શ્યોરન્સ એજન્ટ વગેરેની માહિતી હોવી જોઈએ.

સાતમો તબક્કો નિવૃત્તી બાદનો સમય હેલ્થ ઈન્શ્યોરન્સ કવર ચકાસવું. નિવૃત્તીના ફંડમાંથી ચોક્કસ આવક આવે તે રીતે રોકાણ કરવું. પતિ કે બાળકો પાસેથી નાણાં માંગવા ન પડે તે રીતે આયોજન કરવું. વિલ કે વસિયતનામું બનાવવું. શોખ માટે નાણાં રહે તે પ્રમાણે આયોજન કરવું.

આઠમો તબક્કો જવાબદારીઓથી નિવૃત્તી આ સમયે મહત્તમ હેલ્થ કવર હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સની આવશ્યકતા નથી. વિલ કે વસિયતનામાને ફરી ચકાસવું, સુધારા - વધારા કરવા.

નવમો તબક્કો એકલા રહી ત્યારે જો પતિનું મૃત્યુ થાય તો તેના રોકાણ તમારા નામે કરવા. જોઈન્ટ એપ્લિકન્ટમાં નામ ઉમેરવું. પાવર ઓફ એટર્ની બનાવવી. પરિવારના વિશ્વાસુ વ્યક્તિ સાથે નાણાંની ચર્ચા કરવી.