બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નવદૂર્ગાના 9 રૂપ તમારા નાણાંકિય આયોજનમાં

ના રોજ પ્રકાશિત Mon, 03, 2016 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

જીવનમાં દરેક વસ્તુ જો યોગ્ય આયોજનથી કરીએ તો જીવન જીવવમાં સરળતા રહે, અને દરેક આયોજનમાં નાણાંનું આયોજન જો યોગ્ય રીતે થાય તો લગભગ મોટાભાગની સમસ્યાનું ત્યાં નિવારણ આવી શકે. નવરાત્રીનો ઉત્સવ એટલે આધ્યશક્તિની આરાધનાનો તહેવાર.


નવરાત્રીના દરેક દિવસનું એક મહત્વ છે અને નવરાત્રીમાં નવદૂર્ગાની પૂજા કરવામાં આવે છે, તો આ નવદૂર્ગાને આપણે આપણા નાણાંકિય આયોજનમાં કેવી રીતે આશિર્વાદ રૂપ બનાવી શકીએ તે જોઈએ આજના એપિસોડમાં. આજે આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યાં છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


પ્રથમ નોરતે જાળવો તમારા નાણાંની શક્તિ. શક્તિ થકી નુકસાન પણ જાય અને ફાયદો પણ મળી શકે છે. આધાત્મિક્તા સાથે નાણાંના મનની શાંતિ જાળવતા શીખવાનું છે. નાણાં સાથે શૌર્યથીકામ લેવું જોઈએ. નાણાં સાથે સમય આવ્યે થોડું જોખમ પણ લેવું જોઇએ. થોડા જોખમ સાતે યોગ્ય નિર્ણય લેવાય તો વૃદ્ધિ પણ વધી શકે છે.


પરિવારને નાણાં તેમજ રોકાણની જાણકારી હોવી જરૂરી છે. લક્ષ્મી ચંચળ નથી આપણો અભિગમ ચંચળ છે. ઘણી વખતે નાણાંકિય યુદ્ધ જેવી પરિસ્થીતી સર્જાય છે. હંમેશા ઇમરજન્સી ફંડ તૈયારી રાખવું જોઇએ. કોઇના અકાળ મૃત્યુ થાય ત્યારે વિમો ઉપયોગી બની શકે છે. જીવનમાં અંઘકારમય દિવસો પણ આવતા હોય છે તેના માટે સજ્જ રહેવું જોઇએ. આપણી સંપત્તી કોઇ છેતરપિંડી વિના આવી હોય તેની તકેદારી રાખવી જોઇએ. જે આવક નિતીથી આવી હોય તે આજીવન ટકે છે.