બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સારી કમાણી સાથે સારી બચત પમ જરૂરી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2019 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું કેશફ્લો રિચ-બેલેન્સશીટ રિચનો તફાવત, વેલ્થ ક્રિએશન માટે શું જરૂરી, દર્શકોનાં સવાલ.


પૈસાદાર બનવુ, રિચ બનવુ સૌને ગમે છે અને સૌ કોઇ પૈસાદાર બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ શું તમને ખબર છે, પણ તમારે નક્કીએ કરવાનું છે કે તમે કેશફ્લો રિચ બનવા માંગો છો કે બેલેન્સ શીટ રિચ? આ બન્નેમાં શું તફાવત છે. આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી.


કેશ ફ્લો રિચ એટલે જે લોકો જેઓ સારી રકમ કમાય છે. બેલેન્સશીટ રિચ એટલે એવા લોકો જે લોકો સારી બચત કરે છે. કેશ ફ્લો રિચ લોકો તમામ આવકનો ખર્ચ કરે છે, બચત થતી નથી. બેલેન્સશીટ રિચ લોકો બચત કરી, રોકાણ કરી સંપત્તી બનાવે છે. બેલેન્સશીટ રિચ એટલે એવા લોકો જે લોકો સારી બચત કરે છે.


કેશ ફ્લો રિચ લાઇફ સ્ટાઇલ કે દેખાડા પાછળ ખર્ચ વધુ કરે છે. અમુક વખત દેખાડા માટે અમુક લોન લઇ ખર્ચ થતા હોય છે. ઇકોનોમીમાં ખરાબ આવતા આવક ઘટે ત્યારે કેશફ્લો રિચને તકલીફ થશે. તમારા રોકાણથી નિયમિત આવક ઉભી કરવી જરૂરી છે.


બચત કરી રોકાણ કર્યું હોય તો ખરાબ સમયે કામ આવી શકે છે. કેશફ્લો રિચ હોય તે લોકો લિવિંગ સ્ટાન્ડર્ડ ઉંચુ હોય છે. હાઇ લિવિંગ સ્ટાન્ડર્ડ એડિક્શન બની શકે છે. સ્ટેટસ સિંમ્બોલ પણ એડિક્શન બની શકે છે.