બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કંઈ આદતો છે રોજીંદા જીવનમાં ઉપયોગી

ના રોજ પ્રકાશિત Thu, 04, 2016 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

કોઈ વસ્તુ શરુ કરવી, તેને આગળ વધારવી અને તેને સફળ બનાવવી તેમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે. CNBC બજાર ઉજવી રહ્યું છે 2 વર્ષની બાદશાહત. અને આ સ્તર સુધી અમને પહોંચાડવામાં અમારા દર્શકો એટલે કે તમારો ખુબ સહયોગ છે તે બદલ અમે તમારા આભારી છીએ.


આ 2 વર્ષની સાથે મની મેનેજર પણ આજે ઉજવી રહ્યું છે તેનો 250મો એપિસોડ. તો તેના માટે પણ અમે તમારો ખુબ આભાર માનીએ છીએ કે તમે તમારો વિશ્વાસ અમારા પર જાળવી રાખ્યો. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કંઈ આદતો છે રોજીંદા જીવનમાં ઉપયોગી. ક્યારથી કરવો તેનો અમલ. અને તેના માટે શું કરી શકો?

આપણું જીવન વિવિધ આદતોથી બનેલું હોય છે. જેમા અમુક સારી તો અમુક ખરાબ હોય છે. અને આ બધી આદતો આપણને અસરકર્તા હોય છે. જેમા સૌથી વધારે અસરકર્તા હોય તો તે છે આપણી નાણાંકિય આદત. આજના મની મેનેજરમાં આવી જ વિવિધ નાણાંકિય આદતોની ચર્ચા કરીશું, અને આજનો એપિસોડ સ્પેશિયલ છે માટે આપણા ગેસ્ટ પણ સ્પેશ્યલ છે. અત્યાર સુધી તમને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા અને તમારી સમસ્યાઓનું નિવારણ લાવતા, આજે આપણા દરેક ગેસ્ટ તેમની પસંદગીની 2 આદતો વિશે જણાવશે,


અને આજે આપણી સાથે જોડાયા છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગીક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર. first of all thank you so much તમે સતત અમારા સાથે જોડાઈ દર્શકોના માર્ગદર્શન આપો છો તે બદલ અને આજે અહિં હાજર થવા બદલ પણ ખુબ ખુબ આભાર.

ગૌરવ મશરૂવાલાના મતે નાણાંકિય ધ્યેય નક્કી કરવા જોઈએ. નાણાંકિય ધ્યેય જીવનાં ખુબ જરૂરી છે. આપણા ધ્યેયની યાદી બનાવવી જરૂરી છે. ફાઈનાન્શિયલ ડેટ પર જવું જોઈએ. તમારા ફાઈનાન્સના દરેક પાસાની વિસ્તૃતમાં ચર્ચા કરવી. દરેક રોકાણની જાણકારી હોવી જરુરી છે. નિવૃત્તીનું પ્લાનિંગ કરવું જોઈએ. દર 3 વર્ષે નાણાંકિય આદતનું અવલોકન કરવું જોઈએ.

કાર્તિક ઝવેરીના મતે રિસ્ક મેનેજમેન્ટ કરવું ખુબ આવશ્યક છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું અનિવાર્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સ પરિવાર માટે ખુબ ઉપયોગી છે. આપણી એસેટનું ઈન્શ્યોરન્સ પણ ખુબ જરુરી છે. દર વર્ષે ઈન્શ્યોરન્સને ચકાસતા રહેવા જોઈએ. જેમ જીવનમાં આગળ વધો તેમ ઈન્શ્યોરન્સ બદલાતુ રહે છે. તમારે તમારી વસીયત જલ્દી જ બનાવવી જોઈએ. વસીયત જલ્દી બનાવીએ તો સરળતા રહે. વસીયતને સમયાંતરે અપડેટ પણ કરવી જોઈએ. વસીયત બનાવી તેની કોપી રાખવી ખુબ જરુરી છે.

અર્ણવ પંડ્યાના મતે સેવિંગ પહેલા કરી ખર્ચા બાદમાં કરવા જોઈએ. લોકો ખર્ચાઓ પહેલા કરતા હોય છે અને આયોજન બાદમાં કરતા હોય છે તે યોગ્ય નથી. પહેલા તમારા રોકાણ યોગ્ય સેટ કરવા. બચતનું પ્લાનિંગ હંમેશા પહેલા કરવા જોઈએ. કોઈપણ વ્યક્તિએ પોતાના રોકાણમાં ઈક્વિટી તરફ ધ્યાન આપવું જોઈએ. હાલ ભારતમાં સ્થિતી બદલાઈ રહી છે. ઈક્વિટીમાં રોકાણ ચોઈઝ નહિં પણ ફરજીયાત માધ્યમ બની રહ્યું છે. ઈક્વિટીમાં રોકાણ કરવાથી ધ્યેય સરળતાથી મળી શકે. ભારતમાં ઈક્વિટીમાં રોકાણ માટે ઘણા ઓપ્શન છે. તમે તમારા રોકાણને જાતે પસંદ કરી રોકાણ કરી શકો છો. NPSમાં પણ તમે તમારી ઈચ્છા મુજબનું રોકાણ કરી શકો છો.

કલ્પેશ આશરના મતે આપણે નાણાંકિય રીતે જાગૃત હોવા ખુબ જરુરી છે. આંતરિક જાગૃતતા રાખવી જોઈએ. આપણે આપણી આવકને સ્વીકારી ખર્ચાઓ કરવા જોઈએ. આંતરિક સાથે બાહ્ય જાગૃતતા રાખવી જરુરી છે. તમારે રોકાણની શરુઆત જલ્દી કરવી જોઈએ. જલ્દી રોકાણ કરતા વળતર વધારે સરળતાથી અને સારુ મળી શકે છે. મોડુ રોકાણ શરુ કરીએ તો જવાબદારીઓ સાથે ખોરવાઈ શકે છે. ઈક્વિટીમાં રોકાણ કરવાથી ધ્યેય સરળતાથી મેળવી શકાય છે.