બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: એનપીએસ માટે એડિશનલ સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી

મની મેનેજરમાં આજે એનપીએસ માટે એડિશનલ સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી. કઇ રીતે થાય છે રેકોર્ડ કિપિંગ. રોકાણકાર ને કઇ રીતે મળે છે લાભ.
ના રોજ પ્રકાશિત Tue, 28, 2017 પર 07:52  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે એનપીએસ માટે એડિશનલ સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી. કઇ રીતે થાય છે રેકોર્ડ કિપિંગ. રોકાણકાર ને કઇ રીતે મળે છે લાભ.

એનપીએસ જેવા રોકાણ વખતે આપણા રેકોર્ડની નોંધણી ઘણી મહત્વની બાબત છે, આ રેકોર્ડની નોંધણી માટે ખાસ સંસ્થાઓ કાર્યરત હોય છે, આ સંસ્થા કેવી રીતે કાર્ય છે અને તેનો લાભ રોકાણકાર કઇ રીતે મેળવી શકે એ વિષય પર આજે આપણે ચર્ચા કરીશુ અને આ વિશે માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાનાં મતે એનપીએસ દ્વારા નિવૃત્તિ માટે ભંડોળ ભેગુ કરવા રોકાણ કરે છે. રોકાણકારો ફંડ મનેજર પસંદ કરી રોકાણ કરી શકે છે. રોકાણકાર રોકાણ માટે ડિફોલ્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ઉમંર વધતા ઇક્વિટીનું રોકાણ ઘટતુ જાય છે. નિવૃ્તિ બાદ રોકાણકારઆમાથી અમુક રકમનું પેન્શન મેળવી શકે છે.


NPSનાં માળખા પ્રમાણે બેન્ક વગેરે જગ્યાએથી રોકાણ કરી શકે છે. NPSનાં રેકોર્ડસ સેન્ટ્રલ એજન્સી દ્વારા નોંધાતા હોય છે. હાલમાં NSPL દ્વારા રેકોર્ડ કિપિંગ થઇ રહ્યું છે. હવે કાર્વીને કંપનીને રેકોર્ડ કિપિંગની મંજૂરી મળી છે. રોકાણકારે રેકોર્ડ કિપિંગના ચાર્જ સમજવા જોઇએ. ખાતુ ખોલાવતી વખતે રૂપિયા 40નો વન ટાઇમ ચાર્જ લાગે છે.


મેન્ટેનન્સ ચાર્જ વાર્ષિક ભરવો પડે છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ રૂપિયા 4 દર ટ્રાન્ઝેકશન પ્રમાણે લાગુ પડે છે. જુદા જુદા ફંડ મેનેજર જુદુ જુદુ વળતર કમાઇ આપે છે. રેકોર્ડ કિપિંગ એજન્સીનાં ચાર્જ લગભગ સરખો હશે. રેકોર્ડ કંપની એજન્સીનાં કામકાજને આધારે તેની પસંદગી કરી શકાય.

સવાલ: આ ઇમેલ આવ્યો છે નિમેશ મંધરાનો તેમણે લખ્યું છે કે..હું જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરું છું. મારી ઉમર 24 વર્ષની છે. લગ્ન હજી કર્યા નથી. કુટુંબમાં મમ્મી, 3 બહેનો મારાથી નાની છે.  વાર્ષિક આવક પોતાની 1,50,000/- તેમજ પપ્પાનું કુટુંબ પેન્શન 3,00,000/- જેટલું છે. બચત માટે શેમા કેટલું રોકાણ કરી શકાય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ: નિમેશને સલાહ છે કે તમારા નાણાંકિય ધ્યેયને આધારે રોકાણ કરવું જોઇએ. યુવા વયે વધુમાં વધુ બચત કરવાનાં પ્રયાસ કરવું જોઇએ. ટુંકા સમયગાળાનાં ધ્યેય માટે ડેટમાં રોકાણ કરવું. યુવા વયે ઇક્વિટીમાં રોકાણ કરવુ જોઇએ.

સવાલ: આ ઇમેલ આવ્યો છે પ્રેમજીભાઈ ભટ્ટીનો, તેમણે લખ્યું છે કે હું સરકારી કર્મચારી છુ, મારે એ જાણવું છે કે હુ કઇ રીતે મારી સ્ટેમ્પ ડ્યુટીને મારા ઇનકમ ટેક્સમાં 100% ફ્રી કરી શકું?

જવાબ: પ્રેમજીભાઇને સલાહ છે કે સ્ટેમ્પ ડ્યુટી નો લાભ 80(C) હેછળ લઇ શકાય.

સવાલ: બી. એન. લાખાણી રાજકોટથી પુછે છે, મે 5750 રકમ મેડિક્લેમનું પ્રિમીયમ ભર્યુ છે એપોલોમાં. જે IT હેઠળ કપાઈ શકે છે, આ સિવાય મારા પત્ની માટે અલગ મેડિક્લેમ પોલિસી છે, જેનું પ્રિમીયમ 4750 આવે છે, તો શું હું આ બન્ને પોલિસીનો ટેક્સની કલમ 80 અ હેઠળ વળતર મેળવી શકું છું? મારી વાર્ષિક આવક 13 લાખ છે.

જવાબ: લાખાણીભાઇને સલાહ છે કે ફેમલિ મેમ્બર માટેનાં પ્રિમયમનો લાભ ઇનકમ ટેક્સમાં મળી શકે. મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રિમયમ રોકડમાં ન ભરવું જોઇએ. મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રિમયમ પર ઇનકમ ટેક્સનો લાભ લઇ શકાય.