બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વિવિધ તબક્કામાં યુગલોનું આયોજન ભાગ - 1

ના રોજ પ્રકાશિત Tue, 29, 2017 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે  યોગ્ય નાણાંકિય આયોજન જરૂરી છે. અને મની મૅનેજરમાં એવા જ એક ઉપયોગી ટોપીક સાથે હાજર છુ. મની મેનેજરમાં આજે વિવિધ તબક્કામાં યુગલોનું આયોજન, કમાણી સાથે બદલાતુ આયોજન અને શું ધ્યાનમાં રાખવું?

આપણા જીવનમાં વિવિધ તબક્કામાં જીવાતુ હોય છે. જેમ પહેલાના સમયમાં 4 આશ્રમ આપ્યા હતાં, તે આજના સમયમાં તેની અનુકુળતા પ્રમાણે ફરતા રહે છે. તો પણ તેના મૂળભુત તબક્કા તો તેમ જ રહે છે. ત્યારે તમારા નાણાંને તમારે કેવી રીતે તબક્કાવાર રોકવા જોઈએ તેના વિશે ચર્ચા કરીશું આજના મની મેનેજરમાં. અને Specially couples એ આ તબક્કામાં કેવી રીતે રોકાણ કરવું તેની ચર્ચા કરીશુ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થના લેખક ગૌરવ મશરૂવાલા સાથે.

ટિનએજમાં આયોજન શો ઓફ ન કરવું જોઈએ. કોઈ પાસેથી નાણાં ઉધાર ન લેવા જોઈએ. મોંઘી ભેટ ન આપવી જેટલું પરવડે તે પ્રમાણે જ ખર્ચ કરવા. મિત્રો સાથે બહાર ગયા હોય તો ખર્ચાઓ સ્પ્લીટ કરવા. પોકેટમની ઉપરાંત સાઈડ ઈનકમ પણ બનાવી શકાય. કોઈને ઈમ્પ્રેસ કરવા માટે ખર્ચા ન કરવા.

કોલેજકાળમાં આયોજન આવકમાંથી બચત કરવી જોઈએ. લોભામણી જાહેરાતોમાં ફસાઈ ખર્ચા ન કરવા. ખર્ચાઓને ઉંડાણ પૂર્વક ચકાસવા જોઈએ. જ્યારે ખર્ચાઓ આવવાના હોય તો પહેલાથી બચત કરવી. એકબીજાને પોતાની સાચી પરિસ્થિતીની જાણકારી આપવી જોઈએ. આગળના પ્લાનની જાણકારી એકબીજાને આપવી જોઈએ.

પહેલી જોબ સમયે આયોજન નાની - નાની રકમ સાથે RD કરી શકાય. 19-20 વર્ષ બાદ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં પણ રોકાણ કરી શકાય. નોકરી શરૂ થતા ઈન્શ્યોરન્સ પણ લઈ લેવો જોઈએ. ડેબિટ કાર્ડનો જ ઉપયોગ કરવો ક્રેડિટ કાર્ડ ન વાપરવું.

સગાઈ અને લગ્ન આસપાસનું આયોજન એકબીજા સાથે પરિવારના ખર્ચા અને આવકની ચર્ચા કરવી. લગ્નબાદ કેવી રીતે રહેવાના છે અને ખર્ચા કેવી રીતે કરવાના છે તે જણાવવું. એજ્યુકેશન લોન કે અન્ય ખર્ચ હોય તો જાણ કરવું. દરેક નાણાંકિય જાણકારી વિસ્તૃત પણે આપવી જોઈએ. બહાર ભણવા જવાના હોવ તો તેની જાણકારી આપવી. જો પોકેટમનીમાંથી જ નાણાં આવતા હોય તો ખર્ચા પર કંટ્રોલ રાખવો. પરિવારના ખર્ચાઓને સમજવા જોઈએ અને તેને સ્વીકારવા જોઈએ.