બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વિવિધ તબક્કામાં યુગલોનું આયોજન ભાગ - 2

ના રોજ પ્રકાશિત Fri, 01, 2017 પર 15:06  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે વિવિધ તબક્કામાં યુગલોનું આયોજન, કમાણી સાથે બદલાતુ આયોજન અને શું ધ્યાનમાં રાખવું?

છેલ્લા ઍપિસોડમાં આપણે વાત કરી કે કોલેજકાળ થી સગાઈ થાય ત્યાં સુધી કપલ્સ એ પોતાનું નાણાંકિય આયોજન કેવી રીતે કરવું જોઈએ. અને કઈ વાતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આજે એ જ ચર્ચાને આગળ વધારી અન્ય  તબક્કામાં કેવી રીતે રોકાણ કરવું તેની ચર્ચા કરીશુ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થના લેખક ગૌરવ મશરૂવાલા સાથે.

સગાઈ અને લગ્ન આસપાસનું આયોજન એકબીજા સાથે પરિવારના ખર્ચા અને આવકની ચર્ચા કરવી. એજ્યુકેશન લોન કે અન્ય ખર્ચ હોય તો જાણ કરવું. દરેક નાણાંકિય જાણકારી વિસ્તૃત પણે આપવી જોઈએ. બહાર ભણવા જવાના હોવ તો તેની જાણકારી આપવી. જો પોકેટમનીમાંથી જ નાણાં આવતા હોય તો ખર્ચા પર કંટ્રોલ રાખવો. પરિવારના ખર્ચાઓને સમજવા જોઈએ અને તેને સ્વીકારવા જોઈએ. પરિવારમાં નાણાં કોણે કેવી રીતે આપવા તે પહેલા નક્કી કરવું. નાણાંને લઈને ભવિષ્યમાં સમસ્યા ન સર્જાય તે માટે પહેલા જ ચર્ચા કરવી.

લગ્ન સમય આસપાસનું આયોજન પરિવારના બજેટ વિશે ચર્ચા કરવી. પરિવારના રોકાણ તેમજ અન્ય ડોક્યુમેન્ટમાં પત્નીનું નામ ઉમેરવું. માસિક ધોરણે પત્નીને અમુક રકમ ચોક્કસપણે આપવી. જો સંયુક્ત કુટુંબ હોય તો પરિવારના ખર્ચાઓ વિશે જાણ કરવી. જો વિભક્ત કુટુંબ હોય તો પરિવારના ખર્ચાઓ કેવી રીતે કરવા તે ચર્ચા કરવી. નવા લગ્ન બાદ નાણાંકિય આયોજનમાં સમતુલન ખુબ રાખવું જરૂરી છે.


ખર્ચાઓ સાથે બચત કરતા પણ આ સમયે જ શરૂ કરવું. લગ્ન બાદ ધ્યેય નક્કી કરી તેના અનુરૂપ રોકાણ કરવું. બન્નેએ સાથે બેસી નાણાંકિય નિર્ણય લેવા જોઈએ. નાની ઉંમરે યોગ્ય ધ્યેય સાથે ઈક્વિટી રોકાણ કરી શકાય. નાની ઉંમરે જો ઘર લેવા ઈચ્છતા હોય તો ઘર લઈ લેવું જોઈએ. બન્નેએ રોકાણ અને ખર્ચાઓ સાથે કરવા.

લગ્ન બાદનું નાણાંકિય આયોજન ઈન્શ્યોરન્સ, રોકાણ, નાણાંકિય આયોજનની જાણકારી એકબીજાને આપવી. બાળક 91 દિવસનું થાય ત્યારબાદ હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ શકાય. ઘરમાં કમાનાર વ્યક્તિનું લાઈફ ઈન્શ્યોરન્સ લેવું. કોઈ લોન હોય તો તેને બને તેટલા જલ્દી પૂર્ણ કરવી. માતા-પિતાના ભવિષ્ય માટે પણ જોગવાઈ કરી રાખવી. ઘરના બજેટની માહિતી હોવી અનિવાર્ય છે.