બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પેમેન્ટ બેન્ક Vs બેન્કનાં રોકાણ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 16:13  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આપનું સ્વાગત છે તમારા ફેવરેટ શો મની મૅનેજરમાં, એક નવા ટોપિક સાથે. આ જે મની મેનેજરમાં પેમેન્ટ બેન્કમાં વ્યાજ દર ઘટ્યા, પેમેન્ટમાં રોકાણ કરવું કે નહી? દર્શકનાં સવાલ.


મની મેનેજરમાં આપણે રોકાણના વિવિદ વિક્લપો અંગે વાત કરતા હોય છે. જે માંથી આજે આપણે વાત કરવાના છે પેમેન્ટ બેન્ક અને તોના રોકાણથી મળતા વળતર અંગેની અમુક પેમેન્ટ બેન્ક દ્વારા શરૂઆતમાં ઘણા સારા વ્યાજ દર ઓફર કરાયા હતા પરંતુ રિસેન્ટલી પેમેન્ટ બેન્કના દર ઘટાળવામાં આવ્યા છે. આવા સમયે સમ્યા હય કે પેમેન્ટ બેન્કમાં રોકાણ કરવું જોઇએ કે નહિ. અને આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


પેમેન્ટ બેન્ક માત્ર સેવિંગ માટેના વિકલ્પ આપે છે. પેમેન્ટ બેન્ક લોન આપતી નથી. પેમેન્ટ બેન્કમાં રોકાણકાર નાણાં સંવે કરી વ્યાજ મેળવી શકે છે. સામાન્ય બેન્કમાં સેવિંગ પર માત્ર 4 ટકા વ્યાજ મળે છે. પેમેન્ટ બેન્ક રોકાણકારને આકર્ષવા વધુ વ્યાજ દર આપે છે. પેમેન્ટ બેન્ક દ્વારા શરૂઆતમાં સારા વ્યાજ દક ઓફર કરાયા હતા.


એરટેલ પેમેન્ટ બેન્ક શરૂઆતમાં 7.25 ટકા વ્યાજ આપતી હતી. આ વ્યાજ બેન્ક દ્વારા એફડી પર મળતા વ્યાજ કરતા વધુ હતુ. પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલવાની પ્રક્રિયા ઘણી સરળ હોય છે. પેમેન્ટ બેન્કમાં ખાતાને તમે તમારા ફોનથી જ ઓપરેટ કરી શકે છો. પેટીએમ 4 ટકા અને ઇન્ડિયા પોસ્ટ 5.5 ટકા વ્યાજ આપે છે. એરટેલ પેમેન્ટ બેન્કે વ્યાજ ઘટાડી 5.5 ટકા કરી નાખ્યું છે. બેન્કમાં એફડીમાં રોકાણ કરી પેમેન્ટ બેન્કની સરખામણીમાં વધુ વ્યાજ મળી શકે છે.


સામાન્ય બેન્ક ધરાવતા લોકોએ પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલવુ જરૂરી નથી. પેમેન્ટ બેન્કમાં રોકામ માત્ર વધુ વ્યાજ કમાવાનું હેતુંથી ન કરવું જોઇએ. પેમેન્ટ બેન્કમાં રૂપિયા 1 લાખ સુધીનું મર્યાદિત રોકાણ તઇ શકે છે. સામાન્ય બેન્કની સેવાઓ પણ ટેકનોલોજીનાં ઉપયોગીથી મળી શકે છે. એરટેલ પેમેન્ટ બેન્કમાં એરટેલનાં ગ્રાહકોની જાણ બહાર ખાતા ખુલ્યા હતા. બેન્ક ખાતા વધતા એડમિનિસ્ટ્રેશનમાં સમસ્યા આવી શકે છે. વધુ પડતા બેન્ક અકાઉન્ટ ન રાકવા જોઇએ.