બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પીએફની રકમ ઉપાડી શકાશે ઓનલાઇન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:05  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી લઇશું. આજના મની મેનેજરમાં પીએફનાં નાણાં ઉપાડ થઇ શકશે ઓનલાઇન, ઓનલાઇન પીએફ ઉપાડવાની પ્રક્રિયા, દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ ઈપીએફઓ રૂપિયા 10 લાખથી વધુનાં પીએફ વિડ્રોવલનાં ક્લેમ ઓનલાઇન કરવા ફરજીયાત કરી દેવાયા છે. ત્યારે આનાથી આપણને શુ લાભ થઇ શકે અને આ ઓનલાઇન પ્રક્રિયા કઇ રીતે થશે તે અંગે ની જાણકારી આપણે આજના મની મેનેજરમાં મેળવીશુ. અને આ બાબતે માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે રૂપિયા 10 લાખથી વધુનાં પીએફ વિડ્રોવલમાં ક્લેમ ઓનલાઇન કરવા ફરજીયાત છે. ટેક્નોલોજીનાં ઉપયોગથી હવે ઘણા વ્યવહાર સરળ બને છે. પીએફનાં ઉપાડવાની પ્રક્રિયા ઓનલાઇન કરવાની જરૂર હતી, લોકોને માટે આ સરળ થશે. પીએફનાં ઉપાડવાની પ્રક્રિયા જે લાંબો સમય લેતી હતી હવે સરળ બનશે.


ઓનલાઇન પીએફ ઉપાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ખાત્રી કરી લેવી કે તમારો યૂએએન અને એની સાથે સાંકળેલ નંબર એક્ટિવ હોય છે. તમારા યૂએએનનું કેવાસી થયેલુ હોવું જોઇએ. આધાર, પાન કાર્ડ અને બેન્કખાતાની વિગતો અપડેટ હોવી જરૂરી છે. UAN પોર્ટલ પર લોગ ઇન કરો છો. KYC ડિટેલ સાચી છે કે નહી તેની ખાત્રી કરો. આ માટે મેનેજ ટેબનો ઉપયોગ કરી શકાય છે. ઓનલાઇન સર્વિસ ટેબ પર જઇ ક્લેમનો વિકલ્પ પસંદ કરો છો.


ક્લેમ વિન્ડોમાં સભ્યની માહિતી દેખાશે. ક્લેમને આગળ વાધારવા પ્રોસિડ પર ક્લીક કરો છે. આગળ આવતા વિકલ્પોમાં જરૂરી માહિતી આપો છો. એક ફોર્મ ભરી તેને આધાર ઓટીપી દ્વારા ઓથેન્ટીક કરો છો. ઈપીએફઓને તમારી માહિતી મળતા તમારા નાણાં તમારા બેન્ક ખાતામાં જમા થશે. તમારા ક્લેમની સ્થિતી તમે ટ્રેક ક્લેમ સ્ટેટસ દ્વારા જાણી શકો છો.