બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તી પહેલા અને પછીનું આયોજન

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું નિવૃત્તીનાં આયોજન અંગે ચર્ચા, નિવૃત્તી પહેલાનું આયોજન, નિવૃત્તીબાદનું નાણાંકિય આયોજન.


નિવૃત્તીનાં આયોજન અંગે આપણે ઘણીવાર મની મૅનેજરમાં વાત કરીએ છે પરંતુ આ ટોપિક પર આપણે સમયે સમયે વાત કરવાની જરૂર પડે છે કારણ કે આ એક એવો નાણાંકીય ધ્યેય છે, જે દરેકને માટે જરૂરી છે તો આજે આપણે વાત કરીશું નિવૃત્તી માટેનાં નાણાંકીય આયોજનની અને સાથે જ નિવૃત્તી કાળને કઇ રીતે માણી શકાય તેની. આગળ જાણીશું સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને લાઇફ પ્લાનિંગ ફોર રિટાયરિઝ બુકનાં લેખત ગૌરવ મશરૂવાલા પાસેથી.


નિવૃત્તીકાળને માણવો ખૂબ જરૂરી છે. નિવૃત્તીકાળમાં પ્રવૃત્તીમય રહેવુ જોઇએ. નિવૃત્તીકાળનો સમય એ લગભગ 2 થી 3 દાયકાનો સમય છે. નિવૃત્તીકાળનાં આયોજનમાં લાઇફ પ્લાનિંગ જરૂરી છે. નિવૃત્તીને બોજ તરીકે ન જોવી જોઇએ. તમને ગમતી પ્રવૃત્તીની સંસ્થાની લાઇફ મેમ્બપશીપ લેવી છે. પ્રવૃત્તીમય રહેવાથી મન પ્રફુલ્લીત રહી શકે છે.


રોકાણનાં વિકલ્પો 4 છે.


શેરબજાર
સોનુ
રિયલ એસ્ટેટ
ડેટ માર્કેટ


એનપીએસ, એમએફ વગેરે રોકાણનાં માધ્યમો છે. નિવૃત્તીનાં 5 વર્ષ પહેલા સુધી શેરબજાર કે સોનામાં રોકાણ કરી શકાય છે. એમએફ દ્વારા ઇક્વિટીમાં સરળતાથી રોકાણ થઇ શકે છે. નિવૃત્તી નજીક આવતા ડેટમાં ફેરવી શકાય છે. નિવૃત્તી બાદ સ્થિર આવક હોય તો રોકાણમાં ફેરફારની જરૂર નથી. આવક બંધ થતી હોય તો અલોકેશન બદલવું પડશે.


નિવૃત્તી બાદનાં આયોજન અંગે ચર્ચા-


નિવૃત્તી બાદ ઘણા આયોજનની જરૂર પડે છે. ઇમરજન્સી માટે ભંડોળ હોવું જોઇએ. નિયમિત આવકની જોગવાઇ કરી લેવી છે. ફુગાવાનાં દરથી વધુ આવક આપે એવું રોકાણ જરૂરી છે. નિવૃત્તી બાદની પ્રવૃત્તી અંગે આયોજન કરી લેવું છે. આત્મ સન્માન જળવાઇ રહે તેવી પ્રવૃત્તી કરવા રહેવુ છે. એમજીઓમાં કે કોઇપણ સેવાભાવના સાથે કામ કરી શકાય છે. વાંચન લેખનનું કામ કરી શકાય છે.


નિવૃત્તીમાં ટ્રાવેલ અંગેનું આયોજન-


ટ્રાવેલ અને ખાવાનો શોખ એક સાથે પુરા ન કરો. ટ્રાવેલ દરમિયાન માંદગી ન આવે તેનું ધ્યાન રાખવું છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં સમય ફેરફારનો ખ્યાલ રાખવો છે. મારી હેલ્થની જરૂરિયાત પ્રમાણે પ્રવાસ કરવો છો. પ્રવાસ હેક્ટિક ન થાય તેનું ધ્યાન રાખવું છે. પ્રવાસ સરળ અને સહજ હોવો જોઇએ. જેટલી જગ્યાએ ફરો છો તેને માણો છો. કુટુંબ સાથે પ્રવાસ થાય તેવુ આયોજન કરી શકાય છે. હોમ સ્ટે જેવી સુવિધાનો લાભ લઇ શકાય છે.


નિવૃત્તી પહેલા હેલ્થ ઇન્શ્યોરન્સ લઇ લેવો. વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જોઇએ. હેલ્થ ઇન્શ્યોરન્સનો પોર્ટફોલિયો બનાવી શકાય છે. યોગ, કસરત વગેરે ખૂબ જ જરૂરી છે. ભોજન અને તંદુરસ્તી પર ધ્યાન આપવું છે. બાળકો જોડે નાણાંકિય બાબતે ચર્ચા કરવી જરૂરી છે.