બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કેવી રીતે કરવું જોઈએ અગાઉથી આયોજન

ના રોજ પ્રકાશિત Thu, 31, 2016 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બદલાતા નાણાંકિય વર્ષ વિશે. કેવી રીતે કરવું જોઈએ અગાઉથી આયોજન. નાણાંકિય વર્ષ 2016-2017 કેવું બની શકે તમારા માટે?

સમય બદલાય તેમ આયોજન પણ બદલાય, આપણા દ્વારા કરેલા રોકાણમાં પણ ઘણા ફેરફારો આવી શકે છે, અને આવી ઘણી વાતોની જાણકારી આપણા માટે ખુબ જરૂરી બને જ્યારે નાણાંકિય વર્ષ બદલાય. નાણાંકિય વર્ષ 2016-2017 અંગે પ્લાનિંગ કરવાનું તમે શરૂ કરી જ દીધુ હશે ત્યારે કંઈ વાતોનું તમારે રાખવું જોઈએ ધ્યાન અને કંઈ વાતો પર મુકવો જોઈએ ભાર, આ દરેક પાસાઓ પર ચર્ચા કરવા હું સ્વાગત કરૂ છું, ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશરનું.

નવું નાણાંકિય વર્ષ 16-17 - આયોજન પહેલા તમારા કેશ ફ્લોની જાણકારી રાખવી ખુબ જરૂરી. આપણા પર્સનલ બજેટને ધ્યાનમાં રાખી આયોજન કરવું. રોકાણની દ્રષ્ટિએ ઈક્વિટીમાં છેલ્લા 3 મહિનામાં 20% જેટલો ઘટાડો થયો છે. લાંબા ગાળાના રોકાણને ચાલુ જ રાખવું જોઈએ. એફડીની સામે ડેટ બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. સ્મોલ સેવિંગનો ઘટાડો ફિક્સ નથી. પીપીએફ અને સુકન્યા સમૃદ્ઘિ યોજનામાં રોકાણ કરી શકાય.

સિનિયર સિટીઝન દ્વારા કરાયેલું રોકાણ ફિક્સ આવક દેતુ હોવું જોઈએ. સ્મોલ સેવિંગમાં PPF અને સુકન્યા સમ્દ્ધિ જ સારા વિકલ્પો છે. સોનું રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ છે પણ સોનું પ્રત્યક્ષ ન લઈએ તો પણ ચાલે. ગોલ્ડ સ્કીમના રોકાણનું ઈન્ટરેસ્ટ ટેક્સ ફ્રી છે. નવા વર્ષમાં ઈન્શ્યોરન્સને ખાસ ચકાસવું રહે છે. પરિવારને પુરતું રહે તેટલું ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. તમારા દ્વારા લેવામાં આવેલા ઈન્શ્યોરન્સની પોલિસી કેવી છે તે જોવું.

પરિવારની સુરક્ષા માટે લાઈફ કવર ખુબ જઝ્રરી છે. ટોપ અપ પોલિસી સારા ફિચર્સ સાથે આવતી હોય છે. જો તમારૂ નાણાંકિય આયોજન અને ધ્યેય મજબૂત હોય તો ટેક્સ આપમેળે સચવાય. ટેક્સ માટે નાણાંકિય વર્ષની શરૂઆતથી ધ્યાન આપવું આવશ્યક. જો તમારો હોમલોન લેવાનો વિચાર હોય તો ઈએમઆઈ ચકાસવી જરૂરી. તમારા નાણાંકિય આયોજનને ધ્યાનમાં રાખો. તમારા રોકાણ સરળ બનાવો.