બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તીનાં આયોજન અંગે સિરિઝ - 1

ના રોજ પ્રકાશિત Tue, 27, 2016 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

મની, પૈસા, નાણાં  જે પણ કહો પરંતુ એક વાત ટોક્કસ છે કે આ જ શબ્દની આજુ બાજુ આપણુ રોજ બરોજનુ જીવન પણ સંકલાયેલ છે, નાણાં કમાવા, ખર્ચવા, બચાવવા, રોકવા અને ભવિષ્ય માટે ભેગા કરવા અંગે દરેક વ્યક્તિને પોત પોતાની જરૂર મુજબ અલગ અલગ ચિંતાઓ રહેતી હોય છે. અને આવી ચિંતાઓથી તમને મુક્ત કરી નાણાંકિય આયોજન માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ એટલે મની મનેજર.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, નિવૃત્તીનાં આયોજન અંગે સિરિઝ. કઇ રીતે કરવુ આયોજન. finanancial, પ્રેકટિકલ અને ભાવનાત્મક ફેરફાર.

નાણાંકિય આયોજનમાં નિવૃત્તિ માટેનું આયોજન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, નિવૃત્તિને કારણે વ્યક્ચિની માત્ર ફાયનાન્શિયલ લાઇફતો બદલાય છે સાથે સાથે લાઇફ સ્ટાઇલ થી માંડીને ભાનાત્મક ફેરફાર પણ થતા હોય છે, આથી નિવૃત્તિનાં સમય પહેલા જ તેનુ આગોતરૂ આયોજન ખૂબ જ જરૂરી છે, અને આ વિષય પણ ખૂબ જ વિશાળ છણાવટ માંગી લે છે માટે આજથી 3 એપિસોડ સુધી આપણે નિવૃત્તિનાં આયોજનની સિરિઝ કરી રહ્યાં છે, અને  આ ચર્ચા માટે આપણી સાથે જોડાય રહ્યાં છે યોગિક વેલ્થનાં લેખક અને ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે અમુક લોકો માત્ર જોબ ચેન્જ કરતા હોય છે. અમુક લોકો નિવૃત્તિનાં સમયને એન્જોય કરતા હોય છે. નિવૃત્તિ માટે નાણાંકિય અને ભાવાનાત્મક તૈયારી કરવી જરૂરી. 20 થી 30 વર્ષની વયમાં નિવૃત્તિનું આયોજન શરૂ કરી દેવુ જોઇએ. સમયે સમયે જવાબદારી પ્રમાણે નાણાંકિય જરૂરિયાત બદલાતી જાય છે. જીવનનાં દરેક તબક્કે જેટલુ રોકાણ નિવૃત્તિ માટે કરી શકો કરતા રહેવુ.


ગૌરવ મશરૂવાલાના મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સ કાર્યકાળનાં સમય દરમિયાન જ લઇ લેવો જોઇએ. નિવૃત્તિ પહેલા દરેક લોન ચુકવી દેવાના પ્રયાસ કરવા. નિવૃત્તિની નજીક જઇએ તેમ તેમ ઇક્વિટીનું રોકાણ ઘટાડવુ. ઇક્વિટીમાં 25 થી 30% રોકાણ રાખી શકાય. ઇકવિટીમાં કાર્યકાળ દરમિયાન કરેલા રોકાણથી આવક મેળવી શકાશે. નિવૃત્તિ માટે કરેલા વિવિધ રોકાણમાંથી નિવૃત્તિ બાદ નાણાં મેળવી શકાય. પીએફની મળતી રકમથી લોન બાકી હોય તો તે ચુકવી દેવી.


ગૌરવ મશરૂવાલાના મતે 5 થી 6 મહિનાનાં ખર્ચ જેટલી રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખવી. અકસ્માત સંજોગો માટે અમુક રોકડ રકમ ઘરમાં રાખવી. રૂપિયા 2 થી 3 લાખની એફડી કરી શકાય. પતિ પત્નિએ એકબીજાને પાવર ઓફ એટર્ની આપી દેવી. સંપત્તિની તમામ માહિતી પરિવારજનોને આપી રાખવા. વીલ ન બનાવ્યુ હોયતો નિવૃત્તિ સમયે બનાવી લેવુ. સંપત્તિ સર્જનની શરૂઆત થતા જ વીલ બનાવી લેવુ જોઇએ.

સવાલ: આ ઇમેલ આવ્યો છે આપણને પ્રકાશ પરમારનો..મુંબઇથી તેમણે લખ્યુ છે કે મારી અને મારા વાઇફની માસિક આવક રૂપિયા 70 હજાર છે, અમારા બન્નેનો રૂપિયા 50 લાખનો ટર્મ પ્લાન છે, અને રૂપિયા 18 હજારનાં ઈએમઆઈ વાળી 18 વર્ષ સુધીની હોમ લોન છે, બન્નેનું પીએફ કપાય છે, અને હુ રૂપિયા 3000 પીપીએફમાં રોકુ છુ, પણ મારે સારા રિટાયરમેન્ટ પ્લાન માટે શું કરવું જોઇએ?

જવાબ: પ્રકાશભાઇને સલાહ છે કે લોનમાંથી ઝડપથી મુક્ત થવાને પ્રાથમિકતા આપવી. લોનમાંથી મુક્ત થયા બાદ તેટલી માસિક બચત નિવૃત્તિ માટે કરી શકાય. રિસ્ક અને રિટર્નનાં સમતોલનવાળો પોર્ટફોલિયો બનાવવો જરૂરી.

સવાલ: આ ઇમેલ આવ્યો છે જ્યોતિ રાજગોરનો, પારડીથી. તેમણે લખ્યુ છે કે મારી ઉમર 58 વર્ષની છે, મારી પાસે એક ફલેટ અને રૂપિયા 3 લાખની FD છે, મારા ખર્ચ મારી પરણિત દિકરી ઉપાડે છે, પણ શું હું મારી આ મુડીમાંથી મારી પોતાની આવક ઉભી કરી શકુ?

જવાબ: ફ્લેટની ભાડાની આવક મેળવી શકાય. ફ્લેટ વેચી એ રકમનું રોકાણ કરી વળતર મેળવી શકાય.