બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: નિવૃત્તીનાં આયોજન અંગે સિરિઝ - 2

ના રોજ પ્રકાશિત Tue, 27, 2016 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ જોડાયેલી હોય છે તો ઘણી સમસ્યાઓનું નિવારણ પણ નાંણાથી મળતુ હોય છે. તમારા નાણાં તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે  યોગ્ય નાણાંકિય આયોજન જરૂરી છે.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, નિવૃત્તીનાં આયોજન અંગે સિરિઝ, નિવૃત્તિના પ્રેકટિકલ અસ્પેક્ટસ અંગે ચર્ચા, નિવૃત્તિ બાદની પ્રવૃતિનાં વિકલ્પો.

દર્શક મિત્રો, હાલમાં આપણે નિવૃત્તિનાં આયોજનની સિરિઝ કરી રહ્યાં છે ત્યારે ગયા એપિસોડમાં આપણે નિવૃત્તિને લગતા ફાયનાન્શિયલ અસપેક્ટેસની વાત કરી હતી અને આજે આપણે આ રિસિઝના બીજા ભાગમાં નિવૃત્તિને લગતા પ્રેક્ટિકલ અસપેક્ટસની વાત કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યૌગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે નિવૃત્તિ બાદ ક્યા રહેવુ છે એ વિચારી લેવુ જરૂરી છે. નિવૃત્તિ બાદ બીજી કોઇ પ્રવૃત્તિ કરવી હોયતો તે અંગે વિચારી લેવુ. જો એમ્પલોયર દ્વારા અપાયેલા ઘર હોયતો નિવૃત્તિ બાદનાં રહેઠાણ પર વિચારવુ. નિવૃત્તિ બાદ સિનિયર સિટિઝન માટે હોમ્સ જેવી સુવિધા પણ બની રહી છે. સિનિયર સિટિઝન હોમ્સમાં સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે. જે શહેરમાં રહેવુ હોય તેના અંગે તમામ જાણકારી મેળવી લેવી.


જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘરની નજીક મળે એ રીતનાં ઘર હોવા જોઇએ. રહેવાના વિસ્તારની નજીક મેડિકલ સેવાઓ હોયએ જરૂરી છે. હેલ્થકેરની સુવિધાઓ અને કેમિસ્ટ વગેરે બાબત પર ધ્યાન આપવુ. સ્વાસ્થય સારૂ હોયતો અમુક પ્રવૃત્તિ કરી શકાય. આવક માટે અથવા શોખ માટે ક્યા કારણે પ્રવૃતિ કરવી છે તે મુજબ વિકલ્પ લેવો. NGOમાં સેવા આપવા જેવા કામ પણ કરી શકાય છે. ઘરે બેઠા ઇન્ટરનેટ પર થઇ શકે એવી પ્રવૃત્તિ થઇ શકે છે.


કઇ પ્રવૃત્તિ કરવી છે તે નિવૃત્તિ પહેલા નક્કી કરી લેવુ જોઇએ. નિવૃત્તિ માટેની માનસિક તૈયારી પહેલેથી જ કરી લેવી. નિવૃત્તિ પહેલાનાં 1,2 વર્ષ પહેલાથી એ પ્રવૃત્તિ શરૂ કરી તેના અંગે જાણો. નિવૃત્તિની તૈયારી પહેલાથી હોયતો કોઇ ચિંતા રહેશે નહિ. જ્યા રહેવુ હોયતો કમ્યુનિટી, વિસ્તાર, સુવિધા વગેરે ચકાસી લેવી. સિનિયર સિટિઝન કમ્યુનિટિ ઘણો સોરો વિકલ્પ બની શકે છે.

સવાલ: આ ઇમેલ આવ્યો છે સચિન જોધાણીનો.અમદાવાદથી. તેમણે લખ્યુ છે કે મારી માસિક આવક રૂપિયા 60 હજાર છે, 28 હજાર હોમનલોનનું EMI છે, રોકાનમાં રૂપિયા 1 લાખ FD છે, માસિક રૂપિયા 3000 ELSSમાં રોકુ છુ, માસિક રૂપિયા 3000 PPFમાં રોકુ છુ વધુ રૂપિયા 3000 GOLD EPFમાં રોકવા માગુ છુ, શું એ યોગ્ય હશે?

જવાબ: સચિનભાઇને સલાહ છે કે રોકાણ નાણાંકિય ધ્યેયને આધારે કરવુ જોઇએ. વધુ વ્યાજ આપતા હો તો લોન પહેલા પુરી કરવી જોઇએ. લાંબા સમય માટે ગોલ્ડમાં રોકાણ કરી શકાય.

સવાલ: આ ઇમેલ આવ્યો છે ધોલપુર રાજસ્થાનથી મુકેશ વાઘેલાનો,તમણે લખ્યુ છે કે 33 વર્ષ પછી નિવૃત્તિ સમયે મને રૂપિયા 1 કરોડ જોઇએ છે, 15 વર્ષ પછી બાળકોનાં લગ્ન માટે રૂપિયા 15 લાખ અને 10 વર્ષ પછી ભણતર માટે રૂપિયા 6 લાખ જોઇએ છે. હુ માસિક રૂપિયા 4000 બચાવી શકુ છુ, મારે ક્યાથી રોકાણની શરૂઆત કરવી જોઇએ? મે હજી સુધી રોકાણની શરૂઆત કરી નથી.

જવાબ: મુકેશભાઇને સલાહ છે કે ઇક્વિટી ફંડમાં રોકાણ શરૂ કરી શકાય. ટર્મ પ્લાન ન હોયતો લેવો જરૂરી છે. રોકાણમાં દર વર્ષે 10 થી 15% વધારો કરવો.

સવાલ: આ ઇમેલ આવ્યો છે વડોદરાથી જીજ્ઞેશ શાહનો.મારી માસિક આવક રૂપિયા 80 હજાર છે, 2 દિકરા છે,એક 10 અને એક 8 વર્ષનાં છે, શું મારે રૂપિયા 40  લાખની હોમ લોન લઇ ઘર લેવુ યોગ્ય હશે?

જવાબ: જીજ્ઞેશભાઇને સલાહ છે કે ભાડેનાં ઘરમાં રહેતા હોયતો ઘર ખરીદી લેવુ જોઇએ. તમારી જવાબદારીઓ સમજી વિચારીને લોનની રકમ નક્કી કરવી. અસેટ કરતા લાયબેલિટી અડધી હોયએ રીતનું આયોજન કરવુ જોઇએ.