બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાં સાથે સમયનું આયોજન

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં કમાવી આપે તમને નાણાં. એટલે યોગ્ય નાણાંકિય આયોજન. નાણાંકિય આયોજનના નવા નવા મુદ્દાઓ સાથે. અને આજે ફરી નવા ટોપિક લાવ્યા છીએ મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે નાણાં સાથે સમયનું આયોજન, રોકાણ માટે યોગ્ય સમય ક્યો અને દર્શકોના સવાલ વિશે.

એક ગુજરાતી કહેવત છે કે સમય, સમયનું કામ કરે. મતલબ કે જે વસ્તુનો જે સમય હોય ત્યારે જ તે વાત થઈ શકે. નાણાંકિય આયોજનમાં પણ એવું જ છે. તો આજે આપણે વાત કરીશું કે ક્યા રોકાણ માટે ક્યો સમય હોય છે, અને યોગ્ય સમયના રોકાણથી તમને કેટલો ફાયદો થઈ શકે છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

દરેક વસ્તુના રોકાણનો એક ચોક્કસ સમય હોય છે. નાણાંકિય આયોજનમાં તારીખ અને પરિસ્થીતી પ્રમાણે નિર્ણય લેવાતો હોય છે. દરેક ઉંમર પ્રમાણે રોકાણ કરાતું હોય છે. યુવાઓએ SIPમાં મહત્તમ રોકાણ કરવું જોઈએ. મોટી ઉંમરના લોકોએ રિસ્કી રોકાણ ન કરવું જોઈએ. 50-60 વર્ષનો માણસ તેના નાણાંમાંથી આવનારી પેઢિ માટે SIPમાં નાણાં રોકાય.


મોટી ઉંમરના વ્યક્તિ બોન્ડ ફંડમાં નાણાં રોકી શકે છે. મોટી ઉંમરે લમસમ રોકાણ કરી શકાય. લોકો બેલેન્સ કરવામાં ગોટાડો કરતા હોય છે. વિવિધ ધ્યેય સામે વિવિધ રોકાણ કરવું જોઈએ. વ્યક્તિએ 40 વર્ષ સુધીમાં 80 લાખ જેટલી રકમ એકઠી કરવી જોઈએ. આગળનું જીવન યોગ્ય રીતે જીવવા માટે યોગ્ય આયોજન પહેલાથી કરવું જોઈએ. નાની ઉંમરે રોકાણમાં જોખમ ખેડી શકાય.


40 વર્ષ પછી પ્રોપર્ટી ખરીદી શકાય. જો તમારે રોકાણ અર્થે કે વારસામાં જે પ્રોપર્ટી આપવા માંગતા હોવ તેને. બહુ વહેલા ખરીદવાનો કોઈ અર્થ નથી તેને 40 વર્ષ પછી ખરીદી શકાય. રેન્ટેડ પર પ્રોપર્ટીમાં રહી શકાય. મોટાભાગનું ખરીદાતુ સોનું લોકરમાં જ રાખવામાં આવે છે. તમારા પુરા પોર્ટફોલિયોના 10% જેટલું રોકાણ સોનામાં કરી શકાય.


સોનામાં અન્ય એસેટ જેટલું રિટર્ન નથી મળતું. સોનામાં રોકાણ ETF મારફતે કરી શકાય. ઈન્શ્યોરન્સએ રિસ્કને મેનેજ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઈન્શ્યોરન્સ નાની ઉંમરે લેવું જોઈએ. ટાર્ગેટ બનાવી ઈન્શ્યોરન્સમાં રોકાણ કરવું જોઈએ.