બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: અનઅપેક્ષિત નાણાંનું આયોજન - ભાગ 1

ના રોજ પ્રકાશિત Thu, 02, 2016 પર 12:45  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે જાણીશું અનઅપેક્ષિત નાણાંનું આયોજન. કેવી રીતે કરવું? શું ધ્યાનમાં રાખવું?

લાભ થવો અને અનઅપેક્ષિત લાભ થવો 2 અલગ વસ્તુ છે. આપણે કોઈ સ્થાને વર્ષોથી રોકાણ કરતા હોઈએ અને તેના વળતરની તારીખ ખબર હોય તો ખુશી તો થાય પણ તેટલી ન થાય જેટલી અનઅપેક્ષિત લાભ થતા થાય. તો આ અનઅપેક્ષિત લાભ એટલે કે financial windfall ને આપણે કેવી રીતે સાચવવા અને કેવી રીતે તે સમયે નિર્ણય લેવા તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે અનઅપેક્ષિત નાણાં મળે ત્યારે આયોજન ખૂબ જરૂરી બને છે. અચાનક વધુ પડતા નાણાં મળવા તેને અન અપેક્ષિત નાણાં કહી શકાય. અન અપેક્ષિત નાણાં સારા કે ખરાબ પ્રસંગથી આવતા હોય છે. અન અપેક્ષિત નાણાં મળે ત્યારે ખોટા નિર્ણય ન લેવાય તેની કાળજી રાખવી. અનઅપેક્ષિત નાણાંનો લાભ લાંબા સમય સુધી જળવાય તેવુ આયોજન જરૂરી.

કાર્તિક ઝવેરીનાં મતે અનઅપેક્ષિત નાણાં મળતા તેને લિક્વિડ ફંડમાં રોકી શકાય. અનઅપેક્ષિત નાણાંનું આયોજન કરતી વખતે ઇન્શ્યોરન્સ એજન્ટની સલાહ ટાળવી. અનઅપેક્ષિત નાણાંનાં આયોજન માટે કન્સલટન્ટની મદદ લઇ શકાય. અનઅપેક્ષિત નાણાંના આયોજન માટે ઘણા વિકલ્પો મળી શકે જેના પર વિચાર કરવો. અનઅપેક્ષિત નાણાંના આયોજન થોડો સમય લઇને કરી શકાય.

કાર્તિક ઝવેરીનાં મતે અનઅપેક્ષિત નાણાં ઘણા માધ્યમથી મળી શકે છે. અનઅપેક્ષિત નાણાં રોકાણનાં વળતરથી મળી શકે છે. અનઅપેક્ષિત નાણાં ઇન્શ્યોરન્સ મેચ્યોર થવાથી મળી શકે. અનઅપેક્ષિત નાણાં મોટા બોનસ કે ધંધામાં મોટા નફાથી મળી શકે. અનઅપેક્ષિત નાણાં લગ્ન પ્રસંગે પણ મળી શકે છે.

કાર્તિક ઝવેરીનાં મતે રોકાણની મેચ્યુરીટી નજીકમાં હોય તો તેનુ આયોજન કરી શકાય. લાઇફ ઇન્શ્યોરન્સ મેચ્યુરીટીથી અનઅપેક્ષિત નાણાં મળી શકે છે. આ નાણાંનો ઉપયોગ તમારા નાણાંકિય ધ્યેયને સિધ્ધ કરવામાં કરી શકાય.

કાર્તિક ઝવેરીનાં મતે લગ્ન સમયે મળતા નાણાંનુ સારૂ આયોજન થઇ શકે છે. લગ્ન સમયે મળતા નાણાંનુ સારૂ આયોજન થઇ શકે છે. દિકરીઓને લગ્નમાં મળેલ રકમ સ્ત્રી ધન બને છે. સ્ત્રી ધનનું રોકાણ દિકરીઓ પોતાનાં નામે કરી શકે છે. અનઅપેક્ષિત નાણાં મળે ત્યારે 3 થી 6 મહિના માટે લિક્વિડ ફંડમાં મુકી દેવા. અનઅપેક્ષિત નાણાંનાં આયોજન માટે કનસલટન્ટની સલાહ લેવી. અનઅપેક્ષિત નાણાંમાંથી 2 થી 5% નો ઉપયોગ તમારી ઇચ્છા પુરી કરવા કરી શકો.