બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મંદીનાં સમયે પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ

ના રોજ પ્રકાશિત Tue, 03, 2019 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા સફળ નાણાંકીય આયોજન માટે જરૂરી એવી તમામ માહિતી આપના સુધી પહોચાડવાનો પ્રયાસ એટલે મની મેનેજર અને આજના એપિસોડમાં આવી જ સમયને અનુરૂપ અને રોકાણકાર માટે જરૂરી એવી માહિતી સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું મંદીનાં મેનેજમેન્ટ અંગે ચર્ચા, રિસેશનમાં લેશો કઇ એક્શન? દર્શકોનાં સવાલ.


બજારમાં તેજી અને મંદી કે ઉતાર અને ચઢાવ એતો સાયકલનો એક ભાગ છે, માર્કેટ પીક પર જાય અને ફોલ થાય એ પણ રૂટિન છે, આ વાતમાં જેટલી વાસ્તવિકતા છે એટલી જ વાસ્તવિકતા એ વાતમાં પણ છે કે રોકાણની તક તો હંમેશા રહે છે. બસ જરૂર છે એને શોધવાની અને સાથે જ જે કઇ પણ થઇ રહ્યું છે એ શા માટે થઇ રહ્યું છે


તેના કારણોને સમજવાની. તો ચાલો આજે આપણે સમજીશુ કે અત્યારે એટલે કે 2019માં શું થઇ રહ્યું છે, શા માટે થઇ રહ્યું છે, અને આપણે શું એક્શન લેવાની જરૂર છે અને આ જાણકારી લઇએ ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


રોકાણકારે ચિંતા કરવાની જરૂર નથી, 6 ટકા ગ્રોથ પણ સારો જ છે. આ રેટ પ્રમાણે આપણે 10 વર્ષમાં મૂળી ડબલ કરી શકશું. પાછલા 70 વર્ષમાં જેટવી વેલ્થ નથી બની તેટલી 10 વર્ષમાં બનશે. કંપનીનાં સેક્ટર અને લીડર્સમાં બદલાવ આવશે. બિઝનેસ ડાઉન ચાલી રહ્યાં છે. પ્રોફિટ ન હોવાથી ખર્ચ માટે નાણાં નથી. જે લોકો પહેલા નફો કરતા હતા, હાલ તેમને નફો નથી થઇ રહ્યો.


સ્લો ડાઉનનાં કારણો-


રિયલ એસ્ટેટમાં મંદી, ઓટો મોબાઇલમાં મંદી, જીએસટીની અસર, ઓટોમેશનને કારણે ઘણા લોકોએ જોબ ગુમાવી છે. જીએસટીને કારણે કૅશ માર્જીન ઘટ્યા છે.


રિયલ એસ્ટેટમાં મંદી


રિયલ એસ્ટેટમાં મોટી રકમ રોકવી પડે છે. લોકો ઘર ખરીદી નથી રહ્યાં. ઘણાનાં નાણાં ફસાઇ ગયા છે કારણ કે નફો નથી. રિયલ એસ્ટેટ હંમેશાથી મોંઘુ હતુ. લોન મળવામાં પણ મુશ્કેલીઓ વધી છે. રિયલ એસ્ટેટ ઘણાને રોજગાર આપે છે. રિયલ એસ્ટેટ નબળુ પડતા અન્ય ઇન્ડસ્ટ્રીમાં અસર થાય છે. પગારદાર વર્ગ હજી કિંમત તુટવાની રાહ જુએ છે. હાલનાં સમયમાં જોબ સિક્યુરિટી પણ ખતરામાં છે. રિયલ એસ્ટેટમાં હજી કિંમતો ઘટી શકે છે.


ઓટો સેક્ટર અંગે ચર્ચા


લોકો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહન નથી લઇ રહ્યાં. કારની માંગમાં ઘટાડો નોંધાયો છે. NBFCsથી લોન મળવામાં સમસ્યા છે. લોકો જુની ગાડીનો જ ઉપયોગ કરી રહ્યાં છે. ડ્રાઇવિંગનાં નિયમો વધુ કડક બની રહ્યાં છે. ડ્રાઇવ કરવા કે પાર્ક કરવાની જગ્યાની અછત છે. સરકાર ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપવા માંગે છે. ઉબર, ઓલા જેવી સુવિધા મળી રહી છે.