બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજનમાં વિચાર શક્તિનો ફાળો

ના રોજ પ્રકાશિત Thu, 24, 2019 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. આજના મની મેનેજરમાં જાણીશું નાણાંકિય જીવન પર અસર કરતી માઇન્ડ ગેમ, વિચાર શક્તિની નાણાંકિય નિર્ણય પર અસર, દર્શકોનાં સવાલ.


આપણે જ્યારે આપણુ કઇ ઘારેલુ કે વિચારેલુ ન થાય ત્યારે કહેતા હોઇએ છીએ કે અરે જવા ને ભાઇ, ગેમ થઇ ગઇ. અને પૈસાદાર કઇ રીતે બનાય એ અંગે કોણ નથી વિચારતુ, પણ ઘણી વાર આપણુ મગજ કે માઇન્ડ જ એ કામમાં કંઇક ગેમ કરી જાય છે, કેવી હોય શકે આ માઇન્ડ ગેમ જે તમારા નાણાંકિય જીવન પર અસર કરે છે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


એકસપર્ટ દ્વારા સલાહ મળ્યા પછી પણ રોકાણનાં નિર્ણયમાં ઘણી અસમંજસ રહે છે. આનું કારણ આપણી વિચાર શક્તિ હોય છે, અમુક વસ્તુ આપણુ મગજ સ્વીકારતુ નથી. ઘણી વાર સરખી તક પર જુદા જુદા લોકો અલગ લાભ કે ગેરલાભ મેળવે છે. આપણા નિર્ણય પર આપણા માઇન્ડ સેટથી અસર રહેતી હોય છે. ગેમ ઓફ ફેમિલારિટી આપણા નિર્ણયો પર અસર કરે છે. આપણે એ જ રોકાણનાં નિર્ણયો લઇએ છીએ જોના અંગે આપણે જાણતા હોઇએ છીએ.


બીજાને થયેલા નુકસાન આપણે હંમેશા માટે યાદ રાખી લેતા હોઇએ છીએ. જે રોકાણાકાર આપણે સમજી શકીએ આપણે માત્ર ત્યાજ રોકાણ કરીએ છીએ. ધ ગેમ ઓફ પેઇન આની પણ આપણા નાણાંકિય નિર્ણયો પર અસરક કરે છે. જ્યા દુખ થયુ હોય તે આપણે નથી ભુલતા અને અન્ય પણ નથી તેને બુલવા નથી દેતા. કોઇ કંપનીમાં થયેલા ફ્રોડને વારંવાર યાદ કરવામાં આવે છે. દર્દનાં ડરનાં કારણે ઘણી રોકાણની તક હોવા છતા આપણા તેને નથી સ્વીકારતા.


ગેમ ઓફ ગ્રેટિફિકેશનની પણ નાણાંકિય નિર્ણયો પર અસર થાય છે. રોકામ પર જો જલ્દી લાભ મળે તો આપણે પોતાને એક્સપોર્ટ સમજી લાઇએ છીએ. લોકો નિવૃત્તીનાં પ્લાનિંગ કરતા વેક્શન પ્લાનિંગ પર વધુ વિચારે છે. આપણને દરેક લાભ ઝડપથી જોઇએ છીએ. આનું કારણ આપણી વિચાર શક્તિ હોય છે, અમુક વસ્તુ આપણુ મગજ સ્વીકારતુ નથી. ઘણી વાર સરખી તક પર જુદા જુદા લોકો અલગ લાભ કે ગેરલાભ મેળવે છે.