બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરના પ્રી-બજેટ સ્પેશલ

ના રોજ પ્રકાશિત Tue, 29, 2019 પર 10:15  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરના પ્રી-બજેટ સ્પેશલ શો માં આપનું સ્વાગત કરૂ છુ. દેશનું બજેટ જ્યારે રજુ થાય છે ત્યારે આપણે આપણા ખીસા પર ક્યાં અને કેટલી અસર પડશે તેનુ આંકલન કરતા હોઇએ છીએ અને બજેટ પહેલાનાં આ સમયે બજેટથી આપણને શુ મળી શકશે એ જ ચર્ચા થતી હોય છે તો આજે આપણે પણ એજ મુદ્દા પર વાત કરીશું. આજે મની મેનેજરમાં જાણીશું પ્રી-બજેટ સ્પેશલ મની મૅનેજર, શું હોય છે INTERIM બજેટ?, આ બજેટમાં આપણને શું મળી શકે?.


બજેટને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે આ બજેટમાં એવી કઇ ઘોષણાઓ થઇ શકે અને આપણને તેનો શું ફાયદો થઇ શકે તે અંગેની વાત આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


આ વખતનું બજેટ વોટ ઓન અકાઇન્ટ બજેટ હશે. નવી સરકાર આવે ત્યા સુધીનાં ખર્ચ માટેનું બજેટ વોટ ઓન અકાઉન્ટ બજેટ છે. સપ્ટેમ્બરમાં બજેટ સાચકલ દરમિયાન બજેટ સરક્યુલર ઇશ્યુ થાય છે. બજેટ ડિવિઝન બજેટ એસ્ટીમેટ તૈયાર કરી ફાયનાન્સ મિનિસ્ટરીને બજેટ પ્રિન્ટિંગની શરૂઆત હલવા સેરેમનીથી થાય છે. નાણામંત્રી રાષ્ટ્રપતિની મંજૂરી લઇ બજેટ રજૂ કરે છે.


બજેટ રજૂ તાય ત્યારે તે માત્ર ફાઇનાન્સ બીલ છે. બન્ને સભામાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિની સહી પછી 1 એપ્રિલથી બજેટ લાગુ થાશે. બજેટમાં થતા ફેરફારથી આપણા પોતાનાં ધ્યેયમાં ફરક નથી આવતો. બજેટને ધ્યાનમાં રાખી પર્સનલ ફાઇનાન્સનાં નિર્ણયો ન લેવા જોઇએ. બજેટમાં જાહેર કરાતી સ્કીમની જાણકારી રાખવી ખૂબ જરૂરી છે. આ બજેટમાં ફેરફારની સંભાવના ઓછી લાગી રહી છે.


સરકારે દરેક સેક્રટરની માંગને સમજી અર્થતંત્ર પર અસર વિચારી બજેટ આપે છે. બજેટની સ્પીચનાં બે ભાગ હોય છે. સ્પીચનાં પહેલા ભાગમાં સરકારનાં વિવિધ ખર્ચ અને યોજનાઓની માહિતી રહેવી જાઇએ. બજેટમાં આવતા વર્ષની આવક, ખર્ચ અને ડિફિસિટની આંકડા જાહેર કરાશે. બજેટનાં બીજા ભાગમાં ટેક્સ પ્રપોઝલની જાણકારી મળે છે.