બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય વર્ષનાં અંતે રાખવાની સાવચેતીઓ

ના રોજ પ્રકાશિત Thu, 29, 2018 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન આજના મની મેનેજરમાં નાણાંકિય વર્ષનાં અંતે રાખવાની સાવચેતીઓ, વર્ષનાં અંતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવુ, અને દર્શકોનાં સવાલ.


મની મૅનેજર સમયને અનુરૂપ અને તમારા નાણાંકિય આયોજનમાં ઉપયોગી એવી તમામ માહિતી આપના સુધી પહોચાડવાનો પ્રયાસ કરે છે અને હવે જ્યારે નાણાંકિય વર્ષનાં સમાપ્તિ પહેલાનાં અંતિમ દિવસો આવી ગયા છે.


ત્યારે આજે આપણે આપણા નાણાંકિય આયોજનમાં કઇ કઇ બાબાતોનું ધ્યાન રાખવુ અને વર્ષનાં અંત પહેલા કેવી તકેદારીઓ રાખવી એ અંગે વાત કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને ફાયાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


તમારા દરેક રોકાણનાં દસ્તાવેજો ભેગા કરી લો. દરેક રોકાણની રસીદો મળી છે કે નહી તે તપાસ લેવુ જોઇએ. ટેક્સ બચાવવા માટે આખરી ક્ષણે રિપેટેડ પેમેન્ટ કરવા પડે એવા રોકાણ ન કરવા જોઇએ. લાઇફ ઇન્શ્યોરન્સ મૃત્યુનાં સંજોગામાં પરિવારની સુરક્ષા છે. નાણાંકિયા વર્ષનાં અંતે લાઇફ ઇન્શ્યોરન્સ લેવો ન જોઇએ. લાઇફ ઇન્શ્યોરન્સ ટેક્સ બચાવવાનાં હેતુ થી ન લેવો જોઇએ. વધુ પડતા બેન્ક ખાતા રાખવાન જોઇએ. વધુ પડતા બેન્ક ખાતા હોય તો કેવાયસી થયું છે કે નહી તે જોઇ લેવુ.


સેવિંગ ખાતામાં રકમ હોય તો રોકાણ કરી લેવુ જોઇએ. ટેક્સ ન ભર્યો હોય તો 31 માર્ચ સુધી ભરી દેવો જોઇએ. ટેક્સને જવાબદારી સમજી ભરી દેવો જોઇએ. લોન લેતી વખતે નિયમિત ટેક્સ ભર્યો હશે તો સરળતા રહેશે. ટેક્સ સેવિંગ માટેનાં રોકાણની તમામ રસીદો ચકાસી લેવી જોઇએ. તમારા દરેક પેપર સમયસર ચૈયાર હોવા ખૂબ જરૂરી છે.


તમારા રોકાણનું આયોજન વર્ષની શરૂઆતથી જ કરવું જોઇએ. ટેક્સ સેવિંગ માટેનાં રોકાણ ઘટતા હોય તો હેલ્થ ઇન્શ્યોરન્સ લઇ શકાય છે. લોન ભરી હોય તો તોના સર્ટીફિકેટ માટે અરજી કરી દેવી જોઇએ. રોકાણની રસીદો પર નામ, પેનકાર્ડ નંબર વગેરે ચકાસી લેવું જોઇએ.